શાહબાઝ શરીફનો ઓડીયો લીક
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના નેતા ફવાદ ચૌધરીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર શાહબાઝ શરીફની બે મિનિટથી વધુની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ શેર કર્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વડા પ્રધાન તેમના પરિવારના વ્યવસાયિક હિતોને રાજ્યના નિયંત્રણ હેઠળ મૂકી રહ્યા છે. હિતોને સામે રાખીને ભારત સાથે ખાનગી વેપાર સંબંધો સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઓડિયો ક્લિપમાં એક અવાજ છે, જે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઓડિયો ક્લિપમાં, શહેબાઝ શરીફ કથિત રીતે કહેતા સાંભળી શકાય છે કે, મરિયમ નવાઝ શરીફે તેમને તેમના જમાઈ રાહીલને ભારતમાંથી પાવર પ્લાન્ટ માટે મશીનરી આયાત કરવા માટે સુવિધાઓ આપવાનું કહ્યું હતું.
અધિકારીએ ગણાવી હતી મજબુરી
પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર, ઓડિયો ક્લિપમાં અધિકારીને એમ કહેતા સાંભળી શકાય છે કે, "જો અમે આવું કરીશું તો જ્યારે મામલો ECC અને કેબિનેટમાં જશે ત્યારે અમને ઘણી ટીકાનો સામનો કરવો પડશે." આ માટે વડા પ્રધાનનો કથિત અવાજ સાંભળી શકાય છે કે, "જમાઈ મરિયમ નવાઝને ખૂબ જ પ્રિય છે. તેમને આ વિશે ખૂબ જ તાર્કિક રીતે કહો અને પછી હું તેમની સાથે વાત કરીશ." ડૉન અનુસાર, આ જ અવાજ એ વિચાર સાથે પણ સહમત છે કે જો આ વસ્તુઓ સાર્વજનિક થઈ જશે, તો તે ખરાબ હશે અને રાજકીય મુશ્કેલીમાં પરિણમી શકે છે.
કોણ છે મરીયમ નવાઝના જમાઇ?
મરિયમ નવાઝની પુત્રી મેહરુન્નિસાએ ડિસેમ્બર 2015માં ઉદ્યોગપતિ ચૌધરી મુનીરના પુત્ર રાહીલ સાથે લગ્ન કર્યા હતા અને ઓડિયો ક્લિપના અંતમાં ભૂતપૂર્વ જસ્ટિસ મકબૂલ બકીરનો ઉલ્લેખ છે, જેઓ પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરોના આગામી વડા બનવાના છે. તે જ સમયે, અધિકારીઓ બે મીડિયા વ્યક્તિઓનો ઉલ્લેખ કરીને તેમના અનુભવના આધારે વડા પ્રધાનને સૂચન કરી રહ્યા છે કે તેમને NABના વડા બનાવવા વિશે વિચારવું જોઈએ નહીં. તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે શાહબાઝ શરીફ બે મોટા આરોપોથી ઘેરાયેલા છે અને એક આરોપ એવો હતો કે તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના ભાષણ દરમિયાન પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનું ભાષણ વાંચ્યું હતું.