RSS સામે પણ કાર્યવાહી થવી જોઈએ - દિગ્વિજય સિંહ
દિગ્વિજય સિંહે કહ્યું કે, જો PFI વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે, તો સંઘ વિરુદ્ધ કેમ કાર્યવાહી કરવામાં આવી રહી નથી, VHP વિરુદ્ધ કેમ નહીં, તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું આરએસએસની તુલના પીએફઆઈ સાથે કરી શકાય? દિગ્વિજય સિંહે કહ્યું, ચોક્કસપણે તે કરી શકાય છે. જે લોકો નફરત ફેલાવે છે, ધાર્મિક કટ્ટરતા ફેલાવે છે, તેઓ એક જ પ્રકારના હોય છે. એક જ થાળીમાં જમવાવાળા છે, તે એકબીજાના પૂરક છે.
PFI પર લેવામાં આવેલી કાર્યવાહી વિશે જાણો છો?
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને પોલીસની સંયુક્ત ટીમોએ PFI વિરુદ્ધ દેશના 15 રાજ્યોમાં અનેક રેડ કરવામાં આવી હતી અને 22 સપ્ટેમ્બરના રોજ PFIના 106 થી વધુ સભ્યોની ધરપકડ કરી હતી.
15 રાજ્યોમાં ફેલાયેલા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ના સભ્યો સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કોડ-નેમ ઓપરેશન ઓક્ટોપસ હતી.
પીએફઆઈ અને તેના નેતાઓ અને સભ્યો વિરૂદ્ધ વિવિધ રાજ્યોમાં વર્ષોથી અનેક હિંસક કૃત્યોમાં સંડોવણી બદલ મોટી સંખ્યામાં ફોજદારી કેસ નોંધાયા છે.
સશસ્ત્ર તાલીમ આપવા માટે તાલીમ શિબિરોનું આયોજન
સતત ઇનપુટ્સ અને પુરાવા પછી NIA દ્વારા નોંધાયેલા કેસોના સંદર્ભમાં શોધ હાથ ધરવામાં આવી હતી, ED એ જણાવ્યું હતું કે, PFI નેતાઓ અને કેડર આતંકવાદ અને આતંકવાદી પ્રવૃત્તિઓને ફાઇનાન્સિંગમાં શામેલ હતા.
સશસ્ત્ર તાલીમ આપવા માટે તાલીમ શિબિરો ચલાવવા માટે ઉપયોગમાં લેવાય છે અને પ્રતિબંધિત સંગઠનોમાં જોડાવા માટે લોકોને કટ્ટરપંથી બનાવતો હતો.