અંકિતા ભંડારી હત્યાકાંડઃ SITની રચના, દોષિતોને બખ્શવામાં નહિ આવેઃ સીએમ ધામી

|

ઋષિકેશઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પૌડી ગઢવાલની રહેવાસી 19 વર્ષીય અંકિતા ભંડારીની હત્યાની SIT તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ શનિવારે(24 સપ્ટેમ્બર) ટ્વીટ કર્યુ અને કહ્યુ, 'આજે સવારે દીકરી અંકિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ હૃદયદ્રાવક ઘટનાથી મારુ હૃદય ખૂબ જ દુઃખી છે. ગુનેગારોને સખતમાં સખત સજા મળે તે માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક પી. રેણુકા દેવીજીના નેતૃત્વ હેઠળની એક SITને પણ આ ગંભીર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.'

આ હત્યા કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ઉત્તરાખંડમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી વિનોદ આર્યના પુત્ર પુલકિત આર્ય ઉપરાંત 35 વર્ષીય રિસોર્ટ મેનેજર સૌરભ ભાસ્કર અને 19 વર્ષીય કર્મચારી અંકિત ગુપ્તાની પણ ધરપકડ કરવામાં આવી છે. પુલકિત આર્ય આ રિસોર્ટનો માલિક હતો. અન્ય એક ટ્વીટમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યુ કે, મોડી રાત્રે આરોપીઓના ગેરકાયદેસર રીતે બનેલા રિસોર્ટ પર બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અમારો સંકલ્પ છે કે આ જધન્ય અપરાધના ગુનેગારોને બક્ષવામાં આવશે નહિ.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે જિલ્લા મેજિસ્ટ્રેટને અંકિતા ભંડારીની હત્યા મામલે રાજ્યના તમામ રિસોર્ટની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. તમામ ડીએમને ગેરકાયદેસર રીતે બનેલા રિસોર્ટ સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આરોપીઓના રિસોર્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ફોરેન્સિક અને અન્ય ટેસ્ટ થશે તેથી સીલિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ કાર્યવાહી ચાલુ રહેશે.

અંકિતા ભંડારી હત્યા કેસને લઈને સ્થાનિક લોકોમાં ગુસ્સો છે. મહિલાઓએ અંકિતાના આરોપીને લઈ જતા પોલીસના વાહનનો ઘેરાવ કર્યો હતો. આરોપીએ રિસોર્ટમાં કામ કરતી 19 વર્ષની રિસેપ્શનિસ્ટની હત્યાની કબૂલાત કરી હતી અને કહ્યુ કે તે ડૂબી ગઈ હતી. ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) અશોક કુમારે એએનઆઈને જણાવ્યુ કે, 'આ દુર્ભાગ્યપૂર્ણ છે. પોલીસ કામ કરી રહી છે, ધરપકડ કરવાનુ કામ કર્યુ છે. આવા જધન્ય અપરાધો માટે સખત સજા આપવામાં આવશે, ગુનેગાર કોઈ પણ હોય.'

आरोपियों के गैर कानूनी रूप से बने रिजॉर्ट पर बुल्डोजर द्वारा कार्रवाई भी कल देर रात की गई है।

हमारा संकल्प है कि इस जघन्य अपराध के दोषियों को बख्शा नहीं जाएगा।

— Pushkar Singh Dhami (@pushkardhami) September 24, 2022

MORE MURDER NEWS  

Read more about:
English summary
Ankita Bhandari Murder Case: Uttarakhand CM Pushkar Singh Dhami Order Probe SIT. Read details here.
Story first published: Saturday, September 24, 2022, 11:12 [IST]