12 જુલાઈની પટના રેલી વખતે હતી હુમલાની યોજના
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ગુરુવારે કેરળમાંથી ધરપકડ કરાયેલા પીએફઆઈ સભ્ય શફીક પાયેથ વિરુદ્ધ ઈડીએ તેની રિમાન્ડ નોંધમાં સનસનાટીભર્યો દાવો કર્યો છે કે આ વર્ષે 12 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પટના મુલાકાત દરમિયાન પીએફઆઈએ હુમલો કરવા માટે એક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમનુ સમગ્ર આયોજન પટનાની રેલીને નિશાન બનાવવાનુ હતુ. નોંધનીય છે કે ઓક્ટોબર 2013માં ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે જોડાયેલા આતંકીઓએ પીએમ મોદીની રેલીમાં પણ બ્લાસ્ટ કર્યા હતા. જેઓ પીએફઆઈની જેમ ભારતમાં ગેરકાયદે સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટના સભ્યો છે.
આતંકી ગતિવિધિઓમાં 120 કરોડનો ઉપયોગ
ED એ PFI દ્વારા વર્ષોથી એકત્ર કરાયેલા રૂ. 120 કરોડની વિગતો પણ બહાર પાડી છે જે મોટાભાગે રોકડમાં છે અને આ નાણાંનો ઉપયોગ દેશભરમાં રમખાણો અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો હતો. સંસ્થા પર રાષ્ટ્રવ્યાપી દરોડા બાદ EDએ ગુરુવારે ચાર PFI સભ્યોની ધરપકડ કરી હતી. જે દરમિયાન રાષ્ટ્રીય તપાસ એજન્સી સહિત અનેક એજન્સીઓએ સંગઠન સાથે સંકળાયેલા 100થી વધુ કાર્યકરોની ધરપકડ કરી હતી.
EDએ કરી મોટી કાર્યવાહી
ઈડીએ પરવેઝ અહેમદ, મોહમ્મદ ઇલ્યાસ અને અબ્દુલ મુકિત સહિત ત્રણ અન્ય PFI અધિકારીઓને દિલ્લીથી કસ્ટડીમાં લીધા હતા. 2018માં પીએફઆઈ વિરુદ્ધ મની લૉન્ડરિંગની તપાસ શરૂ થઈ ત્યારથી એજન્સીએ આ તમામની અનેકવાર પૂછપરછ કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ધરપકડ કરાયેલા પીએફઆઈ સભ્ય શફીક પાયેથ પર આરોપ મૂક્યો છે જે એક સમયે કતારમાં રહેતો હતો. તેણે ભારતમાં તેમના NRI એકાઉન્ટનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરીને દેશમાં ખલેલ પહોંચાડવા માટે વિદેશથી પીએફઆઈને નાણાં ટ્રાન્સફર કરવાનો આરોપ મૂક્યો હતો.
ગયા વર્ષે પણ પાડ્યા હતા દરોડા
ઈડીના જણાવ્યા અનુસાર પીએફઆઈ સભ્ય શફીક પાયેથના રિયલ એસ્ટેટ બિઝનેસમાં રોકાણ અને પીએફઆઆઈમાં તેમના ડાયવર્ઝનનો પર્દાફાશ થયા બાદ એજન્સી દ્વારા ગયા વર્ષે તેના પરિસરમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. એજન્સીએ જણાવ્યુ હતુ કે, 'છેલ્લા કેટલાક વર્ષોમાં પીએફઆઈ અને સંબંધિત સંસ્થાઓના ખાતામાં રૂ.120 કરોડથી વધુ રકમ જમા કરવામાં આવી છે અને તેનો નોંધપાત્ર ભાગ દેશમાં તેમજ વિદેશમાં અજાણ્યા અને શંકાસ્પદ સ્ત્રોતોમાંથી જમા કરવામાં આવ્યો છે તેમ એજન્સીએ જણાવ્યુ હતુ.