અમેરિકન સંગઠન - હિંદુઓ પ્રત્યે નફરતનું વાતાવરણ, વિશ્વના ઘણા ભાગોમાં હુમલા વધ્યા

|

અમેરિકા અને વિશ્વના ઘણા ભાગોમાં હિંદુઓ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા અમેરિકન વૈજ્ઞાનિક સંશોધન સંસ્થા 'નેટવર્ક કોન્ટેજીયન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ'એ જણાવ્યું હતું કે, હિંદુ સમુદાયના લોકો પ્રત્યે નફરતનું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. સંગઠને બ્રિટન અને કેનેડામાં હિંદુઓ પર થઇ રહેલી હિંસા તરફ પણ ધ્યાન દોર્યું હતું.

હિંદુઓ સામે નફરત વધવાનો ડર

સંસ્થાના કો-ફાઉન્ડર અને ચીફ સાયન્સ ઓફિસર જોએલ ફિન્કેલસ્ટીને આ વાત કહી છે. તેમણે યુએસ પાર્લામેન્ટ હાઉસ સંકુલમાં 'કોલિયન ઓફ હિંદુઝ ઓફ​નોર્થ અમેરિકા' (COHNA) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમના નવીનતમ સંશોધનના મુખ્ય મુદ્દાઓની રૂપરેખાઆપતા જણાવ્યું હતું કે, યુએસ અને કેનેડામાં હિંદુ મંદિરોની તોડફોડની ઘટનાઓ તાજેતરના સમયમાં વધી છે.

જોયલે 'હિંદુ-અમેરિકનસમુદાય'ના સભ્યોને જણાવ્યું હતું કે, અમે જોઈ રહ્યા છીએ કે, ઈંગ્લેન્ડમાં કેવા નિમ્ન સ્તરના વિરોધ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં હિંદુઓ વિરુદ્ધ નફરત વધવાની સંભાવના છે.

વધતી નફરત અંગે ચિંતા

નેટવર્ક કોન્ટેજિયન રિસર્ચ સંસ્થા એક બિન-લાભકારી સંસ્થા છે, જે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી, ગેરમાર્ગે દોરતી સામગ્રી અને દ્વેષપૂર્ણ ભાષણનો અભ્યાસ કરે છે.

કાર્યક્રમ દરમિયાન સાંસદ હેન્ક જોન્સને અમેરિકામાં હિંદુઓ પ્રત્યે નફરતની વધી રહેલી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. વર્તમાન સંસદમાં તેઓ એકમાત્ર બૌદ્ધ સાંસદ છે. તેમણે કહ્યું કે, આપણે આપણા ધર્મ, જાતિ અને પૃષ્ઠભૂમિ પ્રત્યે નફરત સામે એક થવું જોઈએ.

ભારત-અમેરિકાના મજબૂત સંબંધોની તરફેણ કરે છે અમેરિકી ધારાશાસ્ત્રીઓ

અમેરિકાના પ્રભાવશાળી ધારાશાસ્ત્રીઓએ ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સંબંધોની હિમાયત કરતા આ દિશામાં ભારતીય-અમેરિકનસમુદાયના યોગદાનને રેખાંકિત કર્યું છે.

વેસ્ટ વર્જિનિયાના ડેમોક્રેટ સેનેટર જો મંચિન, યુએસ સંસદ સંકુલમાં ભારતના સ્વતંત્રતા દિવસનીઉજવણીમાં ભારતની તેમની મુલાકાતને યાદ કરતા, તેમણે વર્ણવ્યું હતું કે, કેવી રીતે તેમણે 'વિશ્વની સૌથી મોટી લોકશાહીની મહાનતા જાતે જોઈ અને અનુભવી.'

MORE GUJARATI NEWS NEWS  

Read more about:
English summary
An atmosphere of hatred towards Hindus, increased attacks in many parts of the world said American Organization
Story first published: Friday, September 23, 2022, 10:00 [IST]