અધ્યક્ષ પદ વિશે રાહુલ ગાંધીએ શું કહ્યુ
શુક્રવારે મીડિયા સાથે વાત કરતા સીએમ અશોક ગેહલોતે કહ્યુ, 'કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધુ છે કે પાર્ટીના આગામી અધ્યક્ષ ગાંધી પરિવારમાંથી ન હોવા જોઈએ. મે તેમને ઘણી વખત વિનંતી કરી હતી કે તમે પાર્ટીના તમામ લોકોના પ્રસ્તાવને સ્વીકારો અને કોંગ્રેસ અધ્યક્ષનુ પદ સ્વીકારો પરંતુ તેમણે તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
'હું કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડીશ'
અશોક ગેહલોતે વધુમાં કહ્યુ કે, 'પાર્ટી નેતાઓ સાથેની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હું કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડીશ. ખૂબ જ જલ્દી હું નોમિનેશનની તારીખ પણ જાહેર કરીશ. દેશની વર્તમાન પરિસ્થિતિને જોતા વિપક્ષનુ મજબૂત હોવુ જરૂરી છે. આગળની પ્રક્રિયા કોંગ્રેસ મહાસચિવ અજય માકન અને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા નક્કી કરવામાં આવશે.
કોણ છે અધ્યક્ષ પદની રેસમાં
તમને જણાવી દઈએ કે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સિવાય કોંગ્રેસ સાંસદ શશિ થરૂરને પણ રાષ્ટ્રપતિ પદના મોટા દાવેદાર માનવામાં આવે છે. આ સિવાય મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ પણ સોનિયા ગાંધીને મળવા ગુરુવારે દિલ્લી પહોંચ્યા હતા. એવી અટકળો છે કે દિગ્વિજય સિંહ કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં સામેલ થઈ શકે છે. વળી, જો અશોક ગેહલોત કોંગ્રેસના આગામી અધ્યક્ષ બને તો રાજસ્થાનના સીએમ કોણ હશે તે અંગે અટકળોનો દોર ચાલુ છે.