નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટી(AAP)ના કન્વીનર અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે પાર્ટીના પ્રથમ રાષ્ટ્રીય જનપ્રતિનિધિ સંમેલનને સંબોધિત કર્યુ. આ દરમિયાન તેમણે કહ્યુ કે દેશભરમાં લોકો હવે આમ આદમી પાર્ટીને પસંદ કરી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન પોતાના ભાષણમાં અરવિંદ કેજરીવાલે વડાપ્રધાનના મીડિયા સલાહકાર પર મીડિયાને ધમકાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.
પીએમના મીડિયા સલાહકાર પર મીડિયાને ધમકાવવાનો આરોપ
રવિવારે પ્રથમ નેશનલ પીપલ્સ કૉન્ફરન્સને સંબોધિત કરતા દિલ્લીના મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે પીએમ મોદીના મીડિયા સલાહકાર પર મીડિયાને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. કેજરીવાલે તેમના નિવેદનમાં કહ્યુ કે, 'વડાપ્રધાન કાર્યાલયમાં હિરેન જોશી નામના એક સજ્જન કામ કરે છે. તેઓ વડાપ્રધાનના મીડિયા સલાહકાર છે. મોટી ન્યૂઝ ચેનલોના સંપાદકો અને માલિકોએ મને ગંદી ગાળો અને ધમકીભરી નોટ્સ બતાવી છે તેમ કેજરીવાલે તેમના નિવેદનમાં જણાવ્યુ હતુ.
'અમે આમ કરી દઈશુ, અમે તેમ કરી દઈશુ'
કેજરીવાલે આરોપ લગાવ્યો કે, 'જોશી મેસેજ કરે છે કે તમે તમારી ચેનલ પર કેજરીવાલને બતાવો તો અમે આમ કરીશુ, અમે તે કરી દઈશુ, AAPને કવર કરવાની કોઈ જરૂર નથી, તમે તમારી ચેનલનો દુરુપયોગ કરી રહ્યા છો.' કેજરીવાલે સવાલ કર્યો કે આ રીતે લોકોને ધમકાવીને તમે દેશ ચલાવશો? દેશ આવી રીતે કેવી રીતે આગળ વધશે?
કેજરીવાલે વધુમાં કહ્યું કે આજે હું હિરેન જોશીજીને કહેવા માંગુ છુ કે જો કોઈ તમારા દ્વારા આ સંપાદકોને મોકલેલા સંદેશાના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર લીક કરશે તો તમે અને વડાપ્રધાન આ દેશમાં તમારો ચહેરો નહિ દેખાડી શકશો. તમને જણાવી દઈએ કે રવિવારે પહેલીવાર દેશભરમાંથી AAPના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નેશનલ પીપલ્સ કૉન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ બેઠક પાર્ટીના સંગઠનને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી હતી.
बंद करो मीडिया को धमकी देना। ऐसे देश कैसे तरक़्क़ी करेगा? pic.twitter.com/3XbeoyrAfR
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 18, 2022