નવી દિલ્હી ; આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીનું હાઈકમાન્ડ પોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબી ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પંજાબથી દિલ્હી પહોંચ્યા છે. અહીં તેઓ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને મળ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી આગામી સમયમાં યોજાનારી વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને એક્શનમાં જોવા મળી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની બેઠકને સૂચક માનવામાં આવી રહી છે.
पंजाब के मुख्यमंत्री भगवंत मान दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल के आवास पर पहुंचे। pic.twitter.com/EgIrosUMKy
— ANI_HindiNews (@AHindinews) September 19, 2022
એક તરફ પંજાબમાં સફળતા અને હવે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સફળતા મળતી દેખાઈ રહી છે ત્યારે હવે આ બેઠકમાં રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હોઈ શકે છે. અહીં એ પણ ઉલ્લેખનિય છે કે પંજાબ અને દિલ્હીની સફળતાનો ગુજરાત સહિતના રાજ્યોમાં જોરશોરથી પ્રચાર કરાઈ રહ્યો છે.