નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે 72 વર્ષના થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસ નિમિત્તે શનિવારે દેશભરમાં અનેક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવશે. નવી દિલ્લીની સફદરજંગ હૉસ્પિટલ ખાતે રાષ્ટ્રવ્યાપી રક્તદાન અમૃત મહોત્સવના ભાગરૂપે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મેગા રક્તદાન શિબિરનુ પણ આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સફદરજંગ હૉસ્પિટલ પરિસરની અંદર એક કામચલાઉ હૉસ્પિટલમાં આયોજિત કેમ્પની મુલાકાત લેવાના છે. કેમ્પ સવારે 10 કલાકે શરૂ થશે. સ્વૈચ્છિક રક્તદાન અભિયાન 1લી ઓક્ટોબર સુધી ચાલશે, આ દિવસ રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ છે.
જાણો કયા રાજ્યમાં કેવી રીતે મનાવવામાં આવશે પીએમ મોદીનો જન્મદિવસ