38 સ્ટારલિંક સેટેલાઇટ બરબાદ
હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે સૂર્યના આ વિનાશક પ્રકોપનો શિકાર એલોન મસ્કની કંપની સ્પેસએક્સ પણ થઈ છે, જેના 38 સ્ટારલિંક ઉપગ્રહો નાશ પામ્યા છે. આ ઘટનાને કારણે મસ્કની કંપનીને લાખો ડોલરનું નુકસાન થયું હતું. અહેવાલો અનુસાર, આ ઘટના વર્ષની શરૂઆતમાં બની હતી, પરંતુ સંશોધકોએ હવે તેનો ખુલાસો કર્યો છે. તાજેતરમાં જ સૌર વાવાઝોડાને કારણે અમેરિકાના ગેલેક્સી 15 સેટેલાઇટનું નિયંત્રણ ગુમાવ્યુ હતું.
સૂર્યમાંથી કોરોનલ માસ ઇજેક્શન
યુ.એસ અને ચીની સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 3 ફેબ્રુઆરીએ ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરમાંથી 49 ઈન્ટરનેટ ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા હતા. તે સમયે સૂર્યમાંથી કોરોનલ માસ ઇજેક્શન થયું હતું, જેના કારણે પૃથ્વીની નજીકથી એક ભયાનક સૌર તોફાન પસાર થયું હતું. તેની પકડને કારણે ઘણા ઉપગ્રહો બરબાદ થઈ ગયા હતા. તેમની સંખ્યા 38ની આસપાસ જણાવવામાં આવી રહી છે. આ ઘટના અવકાશના હવામાનની વધુ સારી સમજ અને સચોટ આગાહીની જરૂરિયાત સમજાવે છે.
વાતાવરણ ગરમ થયુ
સંશોધકોએ એ પણ શોધી કાઢ્યું છે કે સૌર તોફાનને કારણે SpaceX ને કરોડો ડોલરનું નુકસાન થયું છે. અભ્યાસ આગળ ડેટા અને મોડેલ સિમ્યુલેશનનો ઉપયોગ કરીને સૌર વિસ્ફોટ, પ્રસરણ અને વાતાવરણીય ઘનતામાં વધારો દર્શાવે છે. તપાસમાં જાણવા મળ્યું કે સૌર વાવાઝોડાએ આપણા વાતાવરણને ગરમ કર્યું અને જ્યાં સ્ટારલિંક ઉપગ્રહો મોકલવામાં આવ્યા હતા ત્યાં 130 માઈલની ઊંચાઈએ હવાની થોડી માત્રામાં ઘનતામાં વધારો કર્યો હતો.
3000 થી વધુ ઉપગ્રહો
સંશોધકોના મતે, નાના ઉપગ્રહોએ પોતાને કેટલાક સો માઈલ ઉંચા કરવા જોઈતા હતા, પરંતુ વાતાવરણીય ખેંચાણને કારણે આવું બન્યું નહીં. જેના કારણે આ ઉપગ્રહો બરબાદ થઈ ગયા હતા, જ્યારે પહેલાથી સ્થાપિત સેટેલાઈટને કોઈ નુકસાન થયું નથી. એલોન મસ્ક પાસે હાલમાં અવકાશમાં 3000 થી વધુ ઉપગ્રહો છે અને કંપની હજારો લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.
સૌર તોફાનો કેમ વધી રહ્યા છે?
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ સૂર્યની ઉંમર વિશે એક સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે સૂર્ય 4.57 અબજ વર્ષ પૂરા કરીને તેની લગભગ અડધી ઉંમરમાંથી પસાર થઈ રહ્યો છે. સૂર્યનું સૌર ચક્ર હજી ચરમસીમા પર છે, જેના કારણે ત્યાંથી કોરોનલ માસ ઇજેક્શન સતત જોવા મળી રહ્યા છે.