રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર એક જીવલેણ હુમલો થયો, જેમાં તેઓનો બચાવ થયો છે. હુમલાઓની ઘટનામાં તેમનો પાંચમી વખત બચાવ થયો છે. જે રસ્તા પરથી તેમનો કાફલો પસાર થવાનો હતો, ત્યાં અવરોધ ઉભો કરાયો હતો અને તેમના પર હુમલાનો પ્રયાસ કરાયો હતો. જોકે તેમને કોઈ નુકસાન થયું ન હતું.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ઘાતક હુમલો થયો છે, પરંતુ તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જ્યારે તેઓ તેમના ઘર પાસે હતા ત્યારે તેમના કાફલાનો રસ્તો રોકી દેવામાં આવ્યો હતો અને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે આ મામલામાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ રાષ્ટ્રપતિની સુરક્ષામાં લાગેલા ઘણા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પહેલીવાર નથી જ્યારે પુતિન પર આ પ્રકારનો જીવલેણ હુમલો થયો હોય. વર્ષ 2017માં તેમણે પોતે જ 5 જીવલેણ હુમલામાં પોતાનો જીવ કેવી રીતે બચ્યો તેની માહિતી આપી હતી. એટલે કે આ છઠ્ઠો હુમલો છે, જેમાં તેમનો આબાદ બચાવ થયો છે.
યુરોવીકલીનાં સમાચારના જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કારનું આગળનું વ્હીલ કોઈ વસ્તુથી જોરથી અથડાયું હતું. તેઓ તેમના ઘરથી માત્ર થોડા કિલોમીટર જ દૂર હતા, ત્યારે અચાનક જ એક એમ્બ્યુલન્સે તેમની કારનો રસ્તો રોકી દીધો હતો અને અચાનક આવેલી આ આફતમાં તેમની સુરક્ષામાં લાગેલી અન્ય કાર ભટકી ગઈ હતી. જોકે રશિયામાં મીડિયા ઉપર કડક નજર છે. એવામાં પુતિન પર આ હુમલો ક્યારે થયો તે સ્પષ્ટ નથી. પરંતુ યુરોવીકલી કહે છે કે, પુતિન પર હુમલો થવાની શક્યતાઓ વધી રહી છે, તેથી તે ડિકોય મોટરકેડમાં મુસાફરી કરે છે.
સૂત્રોએ માહિતી આપી કે, રાષ્ટ્રપતિની સુરક્ષામાં લાગેલા ઘણા સૈનિકો અને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો કેટલાકની ધરપકડ પણ કરવામાં આવી છે, કારણ કે રાષ્ટ્રપતિની આવન-જાવનની માહિતી બહુ ઓછા લોકો જાણે છે. જો કે, આ દાવાઓની પુષ્ટિ થવાની બાકી છે.
આ દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સમરકંદની મુલાકાતે જઈ રહ્યા છે. અહીં તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેશે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ચીની સમકક્ષ શી જિનપિંગને પણ મળવાના છે.