પંજાબ સરકાર ખેલાડીઓ માટે શરુ કરશે હવે આ યોજના, રમતગમત મંત્રીએ કર્યુ એલાન

|

ચંદીગઢઃ પંજાબને ફરીથી રમતગમતમાં અગ્રણી રાજ્ય બનાવવાની મુખ્યમંત્રી ભગવંત માનની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, રમતગમત વિભાગે ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે તૈયાર કરવા અને નીચલા સ્તરના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા 'ઓલિમ્પિયન બલબીર સિંઘ સિનિયર સ્ટાઇપેન્ડ સ્કીમ' શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત રમતગમત મંત્રી ગુરમીત સિંહ મીત હરેએ પંજાબ ભવનમાં કરી હતી.

મીત હરેએ માહિતી આપી હતી કે પંજાબ દેશનુ પ્રથમ રાજ્ય છે જેણે પંજાબના પ્રખ્યાત ખેલાડીઓ માટે ભારતીય હૉકી દિગ્ગજ બલબીર સિંહ સીનિયરના નામે આ નવી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ પંજાબના જે ખેલાડીઓ દર વર્ષે વરિષ્ઠ રાષ્ટ્રીય ચંદ્રક જીતે છે તેમને એક વર્ષ માટે દર મહિને 8000 રૂપિયા અને જુનિયર રાષ્ટ્રીય ચંદ્રક જીતનારા ખેલાડીઓને એક વર્ષ માટે દર મહિને 6000 રૂપિયા આપવામાં આવશે. જે ખેલાડીએ કોઈપણ મેડલ જીત્યો હોય તેને આ રકમ એક વર્ષ સુધી દર મહિને મળશે. રમતગમત વિભાગે આ યોજના માટે વાર્ષિક રૂ. 12.50 કરોડનુ બજેટ રાખ્યુ છે.

મીત હેરે માહિતી આપી હતી કે પંજાબના ખેલાડીઓ માટે સ્વાસ્થ્ય વીમો પણ શરૂ કરવામાં આવી રહ્યો છે. ખેલાડીઓને રમતગમતના સાધનો આપવા ઉપરાંત નવા કોચની પણ ભરતી કરવામાં આવી રહી છે. ડે સ્કૉલર ખેલાડીઓ માટેનો આહાર રૂ.100થી વધારીને રૂ.125 અને હોસ્ટેલના ખેલાડીઓ માટે રૂ.200થી વધારીને રૂ.225 કરવામાં આવ્યો છે. રમત નિષ્ણાતોના અભિપ્રાયથી નવી રમત નીતિ બહાર પાડવામાં આવી રહી છે. જેનો હેતુ ખેલાડીઓની પ્રતિભાને ઓળખીને તેમને સ્પર્ધાઓ માટે તૈયાર કરવાનો છે. ખેલાડીઓને આહાર, કોચિંગ, રમતગમતનો સામાન, નોકરીઓ અને રોકડ પુરસ્કાર આપવા એ નીતિનો મહત્વપૂર્ણ ભાગ હશે.

MORE SPORTS NEWS  

Read more about:
English summary
Punjab government will now start this scheme for sports person
Story first published: Thursday, September 15, 2022, 13:59 [IST]