યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેસ્કીનો એક કાર એક્સિડેન્ટ થઇ ગયુ હતુ. યૂક્રેન મીડિયા રિપોર્ટ અનુસાર જેલેસ્કીના પ્રવક્તાના માધ્યમથી જણાવ્યું હતુ કે, વોલોદિમીર જેલસ્કીની ગાડીનો અકસ્માત તયો હતો. જો કે તેમને કોઇ જ પ્રકારની ગંભીર ઇજા નથી થઇ. જેલેસ્કીના પ્રવક્તા સેહી ન્યૂકિકોરોવે 15 સપ્ટેમ્બરના રોજ એક વિડિયો ફોસ્ટ કર્યો હતો અને કહ્યુ હતુ ક,ે એક મોટરસાઇકલ રાષ્ટ્રપતિની કાર સાથે ટકરાઇ હતી. જેમા કોઇને ગંભીર ઇજા નથી થઇ.
મીડિયા રિપોર્ટ અનુસાર અકસ્માત બાદ એક ડોક્ટરે રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેસ્કીની મેડિકલ તપાસ કરી હતી. ત્યાર બાદ જણાવામાં આવ્યુ છે કે, જેલેસ્કી ગંભીર રૂપથી ઘાયલ નથી. જેલેસ્કી સાથે આવેલા મેડિકલ ટીમે તેના ડ્રાઇવરને ફર્સ્ટએડ આપ્યુ હતુ. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો. Nykyforv એ જણાવ્યુ હતુ કે, અધિકારીઓ તેનેી પુરી તપાસ કરશે.
બીજી તરફ રુસ અને યુક્રેન વચ્ચે યુદ્ધ એક નવા પ્રકરણમાં પ્રવેશ કરી રહ્યો છે. કિવે પૂર્વના અમુક ભાગમાં મોસ્કોની પકડ પર આક્રમણ કરીને એક મોટો ઝટકો આપ્યો છે. જેમાં 6 મહિનાના કબ્જા બાદ યુક્રેનની સૈનિકોએ ઇજિયમના રણનિતિક શહેરમાં પ્રવેશ કરી લિધો છે.
યુક્રેનની સૈનાએ શનિવારે ઇજિયમ શહેરમાં પ્રવેશ કર્યો તો તે એક મહત્વની સૈન્ય જીત કરતા વધારે હતી. સીએનએન ની રિપોર્ટ અનુસાર આ એ વાતનો સંકેત હતો કે, રૂસની સૈનિક પાછળના 6 મહિનામાં પોતાના કબ્જા વાળા ક્ષેત્રમાં કબ્જો કરવા પ્રયાસ કરી રહી છે.