બંગાળ હિંસક પ્રદર્શનઃ ભીડે પોલિસકર્મીને બરહેમીથી માર્યો, વીડિયો વાયરલ

|

કોલકત્તાઃ કથિત ભ્રષ્ટાચાર અંગે પશ્ચિમ બંગાળની મમતા સરકાર સામે ભાજપનો શાંતિપૂર્ણ વિરોધ મંગળવારે થોડા કલાકો પછી હિંસક બન્યો હતો. જ્યારે કોલકાતામાં હજારો ભાજપના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાજ્ય પોલીસ સામસામે આવી હતી ત્યારે પરિસ્થિતિ બેકાબૂ લાગતી હતી. દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો ત્યારે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલનો જવાબ આપ્યો હતો. આ બધા વચ્ચે પ્રદર્શનકારીઓએ એક પોલીસકર્મીને બેરહેમીથી માર માર્યો હતો. મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રાજકીય વિશ્લેષક તહસીન પૂનાવાલાએ ટ્વિટર પર શેર કરેલા વીડિયોમાં હેલ્મેટ પહેરેલા પોલીસકર્મીને કોલકાતાની શેરીઓમાં ટોળા દ્વારા નિર્દયતાથી માર મારતા જોઈ શકાય છે. આ પોલીસ અધિકારી ભીડમાંથી પોતાના જીવની આજીજી કરતા રહ્ય પરંતુ ભાજપનો ઝંડો લઈને આવેલા દેખાવકારો તે પોલીસકર્મી પર લાકડીઓ અને ડંડાઓનો વરસાદ વરસાવતા રહ્યા. વીડિયોમાં ટોળાએ જે પોલીસકર્મી પર હુમલો કર્યો તે એસપી હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે. કોલકાતા પોલીસના એક અધિકારીએ દાવો કર્યો છે કે આ હિંસક પ્રદર્શનમાં કોઈ પ્રદર્શનકારી ઘાયલ થયા નથી પરંતુ અમારા ઘણા પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ છે.

તમને જણાવી દઈએ કે મંગળવારે કોલકાતામાં મમતા બેનર્જી સરકાર વિરુદ્ધ ભાજપની નબન્ના ચલો માર્ચ હિંસક બની ગઈ હતી. રાજ્યભરમાં ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને તેમના વાહનોને પણ આગ ચાંપી દીધી. પોલીસે જવાબી કાર્યવાહીમાં ટીયર ગેસના શેલનો ઉપયોગ કર્યો હતો. કોલકાતા પોલીસના એક અધિકારીએ જણાવ્યુ કે આ હિંસક પ્રદર્શનમાં કોઈ પ્રદર્શનકારીને ઈજા થઈ નથી પરંતુ ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

This is the BJP mob beating a #Kolkata Police officer !
He looks to be an Assistant Commissioner of Police! I leave it with one question- which ever part of our country there is violence: why are BJP supporters always consistently involved? Be it UP, WB, Kerala etc? pic.twitter.com/lfDxBwfNFf

— Tehseen Poonawalla Official 🇮🇳 (@tehseenp) September 13, 2022

MORE WEST BENGAL NEWS  

Read more about:
English summary
Kolkata police cop thrashed by mob holding BJP flags during protest