ક્વિન એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં શામેલ થશે રાષ્ચ્રપતિ દ્રૌપદી મુર્મુ

|

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ક્વીન એલિઝાબેથ-IIના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે બ્રિટન જશે. રાષ્ટ્રપતિ મુર્મુ 17-19 સપ્ટેમ્બર 2022 દરમિયાન લંડનની મુલાકાત લેશે. રાણીના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરના રોજ લંડનના વેસ્ટમિંસ્ટર એબી ખાતે કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે બ્રિટનની સ્વર્ગસ્થ મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું શબપેટી મંગળવારે સ્કોટલેન્ડના એડિનબર્ગથી લંડન પહોંચી હતી. આ દરમિયાન હજારો લોકો રાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે રસ્તામાં એકઠા થયા હતા.

મળતી માહિતી મુજબ, રાણીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે વિશ્વના 500 વિદેશી નાગરિકો એકઠા થવાની સંભાવના છે. આ માટે રશિયા, બેલારુસ અને મ્યાનમારને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી.

બ્રિટનમાં રાણી એલિઝાબેથને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો લંડનમાં વેસ્ટમિંસ્ટર એબીની બહાર કતારમાં ઉભા છે. સોમવારે, રાણીના ચાર બાળકો - પ્રિન્સ ચાર્લ્સ III, પ્રિન્સેસ એની, પ્રિન્સ એન્ડ્ર્યુ અને પ્રિન્સ એડવર્ડની હાજરીમાં - તેમના શબપેટીને એડિનબર્ગના સેન્ટ ગિલ્સ ચર્ચમાં લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ચર્ચની બહાર એકઠા થયા હતા.

મંગળવારે સાંજે, ક્વિનની શબપેટીને રોયલ એરફોર્સ (RAF) એરક્રાફ્ટ દ્વારા એડિનબર્ગથી લંડન લાવવામાં આવી હતી. રાણીની શબપેટીને બકિંગહામ પેલેસના બો રૂમમાં રાતોરાત રાખવામાં આવશે, જ્યાં રાજવી પરિવારના સભ્યો તેમને શ્રદ્ધાંજલિ આપશે. રાણીના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરના રોજ વેસ્ટમિન્સ્ટર એબી ખાતે કરવામાં આવશે.

MORE PRESIDENT NEWS  

Read more about:
English summary
President Draupadi Murmu will attend Queen Elizabeth's funeral
Story first published: Wednesday, September 14, 2022, 16:42 [IST]