બેઝમેન્ટમાં ઉભેલી ગાડીઓ પણ ખાખ
અધિકારીઓને આશંકા છે કે આગ શૉર્ટ સર્કિટના કારણે લાગી હતી. પાર્કિંગ એરિયા, શોરૂમ અને બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતા, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. હોટલના સ્ટાફ અને મહેમાનોએ આગ અને ધુમાડો નીકળતો જોયો અને ફાયર વિભાગને જાણ કરી. જે બાદ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ક્રેનની સીડીની મદદથી બહુમાળી ઈમારતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને સિકંદરાબાદની અન્ય બે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કેવી રીતે લાગી આગ?
પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર ઇલેક્ટ્રીક સ્કૂટર ચાર્જ કરવામાં આવી રહ્યુ હતુ. જેના કારણે શૉર્ટ સર્કિટ અથવા આગ લાગી હોઈ શકે છે. લગભગ 24 લોકો અંદર ફસાયા હતા, જેમાંથી છના મોત થયા હતા અને અન્યને બચાવી લેવામાં આવ્યા હતા અને મોટાભાગના પીડિતો અન્ય રાજ્યોના હતા.
હોટલમાં કેવી રીતે ફેલાયો ધૂમાડો
ગ્રાઉન્ડ ફ્લોર પરના શોરૂમમાં આગ લાગ્યા બાદ બિલ્ડીંગના ઉપરના માળે આવેલી લૉજમાં ભારે ધુમાડો ફેલાઈ ગયો હતો. નોર્ધન ઝોન હૈદરાબાદના એડિશનલ ડીસીપીએ જણાવ્યુ કે, 'આગ શૉર્ટ સર્કિટના કારણે લાગી હતી. શોરૂમની ઉપર એક લૉજ જેવી હોટલ હતી. જેમાં લોકો ફસાયા હતા. હાલમાં આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે. બચાવ કામગીરી ચાલુ છે.' રાજ્યના પશુપાલન મંત્રી ટી શ્રીનિવાસ યાદવ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ અને રાહત કામગીરીની દેખરેખ રાખી રહ્યા હતા. પશુપાલન મંત્રી ટી શ્રીનિવાસ યાદવે તેને દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી હતી અને કહ્યુ હતુ કે તમામ ઘાયલોની સારી સારવાર કરવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે લૉજમાં રહેતા લોકો એવા હતા જેઓ અન્ય જગ્યાએથી શહેરમાં કામ માટે આવ્યા હતા.
સોશિયલ મીડિયામાં વાયરલ થયો ખોફનાક વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં લોકો રૂમની બારી બહાર ઉભા રહીને અને ગટરની પાઇપલાઇનનો ઉપયોગ કરીને આગથી બચવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે. ગૃહમંત્રી મોહમ્મદ મહમૂદ અલી અને શહેર પોલીસ કમિશનર સીવી આનંદે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
તેલંગાણાના ગૃહમંત્રીએ શું કહ્યુ
તેલંગાણાના ગૃહમંત્રી મોહમ્મદ મહમૂદ અલીએ કહ્યુ, 'ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના. ફાયર બ્રિગેડની ટીમોએ લોૉજમાંથી લોકોને બહાર કાઢવાનો તમામ પ્રયાસ કર્યો હતો પરંતુ ભારે ધુમાડાને કારણે કેટલાક લોકોના મોત થયા હતા. લૉજમાંથી કેટલાક લોકોને બચાવી લેવાયા હતા. આ ઘટના કેવી રીતે બની તેની અમે તપાસ કરી રહ્યા છીએ.'
પીએમ મોદીએ કર્યુ વળતરનુ એલાન
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, 'તેલંગાણાના સિકંદરાબાદમાં આગને કારણે થયેલા જાનહાનિથી દુઃખી છુ. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલોને જલ્દી સાજા કરો. દરેક મૃતકના નજીકના સંબંધીઓને પીએમએનઆરએફ(PMNRF) તરફથી 2 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.'