રાજસ્થાનમાં રમતગમત મંત્રાલયના રાજ્ય મંત્રી અશોક ચંદનાએ સચિન પાયલટને ખુલ્લી ધમકી આપતાં ખળભળાટ મચ્યો છે. પાયલોટના ગઢ અજમેરમાં એક કાર્યક્રમમાં ચંદના ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમના પર કેટલાંક લોકોએ જૂતા ફેંક્યા હતા.
ચંદનાએ મોડી રાત્રે ટ્વિટ કરીને ખુલ્લી ધમકી આપતાં લખ્યું કે, 'સચિન પાયલટ મારા પર જૂતાં ફેંકાવીને મુખ્યમંત્રી બનવા માંગતા હોય તો બહુ જલદી બની જાય કારણ કે આજે મને લડવાનું મન નથી થતું. બાકી હું જે દિવસે લડવા આવીશ ત્યારે બેમાંથી માત્ર એક જ બચશે અને મારે આ જોઈતું નથી. ચંદનાએ આડકતરી રીતે પાયલટને પતાવી દેવાની ધમકી આપી છે.'
ગુર્જર સમાજના નેતા સ્વર્ગસ્થ કર્નલ કિરોડીસિંહ બૈંસલાના અસ્થિ વિસર્જનના કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના વરિષ્ઠ નેતા હાજર હતા ત્યારે આ ઘટના બની હતી. પાયલટને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તે આવી શક્યા ન હતા. ભાષણ દરમિયાન યુવાનોના જૂથે પાયલટના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ચંદનાએ તેમના પર કટાક્ષ કરતાં જૂતા, ખાલી બોટલો અને અન્ય વસ્તુઓ ફેંકાતાં નારાજ ચંદનાએ ભાગવું પડ્યું હતું.
राजस्थान: राज्य के खेल मंत्री अशोक चंदना के अजमेर में एक कार्यक्रम के दौरान सचिन पायलट के नारे लगे और कुछ शरारती तत्वों ने जूते-चप्पल फेंके। (12.09) pic.twitter.com/WRSns2MmG7
— ANI_HindiNews (@AHindinews) September 13, 2022