દેહરાદૂન, 10 સપ્ટેમ્બર : ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના પાથરી વિસ્તારમાં દારૂ પીવાથી ચાર લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની સૂચના પર એક્સાઈઝ ઈન્સ્પેક્ટર સહિત એક્સાઈઝ વિભાગના નવ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, આ ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, એસપી રેખા યાદવના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. SHO અને 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે પંચાયતની ચૂંટણી લડી રહેલા 3 ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે.
ફુલગઢ ગામમાં 4ના મોત, SITની રચના
ઉત્તરાખંડના પાથરી પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલગઢ ગામમાં 4 લોકોના મોતથી ખળભળાટ મચી ગયો છે. હરિદ્વારના એસએસપી યોગેન્દ્ર એસ રાવતે મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, રિપોર્ટ્સમાં મૃત્યુનું કારણ ઝેરીલા દારૂનું સેવન જણાવવામાં આવી રહ્યું છે. તે જાણવા માટે પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે. આ અંગે માહિતી આપતાં ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું કે, પાથરી વિસ્તારમાં દારૂ પીવાથી 4 લોકોના મોતની તપાસ માટે એસપી રેખા યાદવના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે.
ઉત્તરાખંડના DGP અશોક કુમારે SHO અને 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે પંચાયતની ચૂંટણી લડી રહેલા 3 ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંચાયત ચૂંટણીના કારણે આ વિસ્તારમાં દારૂનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. જેના કારણે આ મોટી દુર્ઘટના ઘટી છે.