અમેરિકામાં ભારતીય મૂળના લોકો સાથે જાતિવાદના કિસ્સા સામે આવ્યા છે. હવે ભારતીય-અમેરિકન સાંસદ પ્રમિલા જયપાલને પણ ધમકી મળી છે. સાંસદે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે તેમને ફોન પર વાંધાજનક મેસેજ મળ્યા છે. ભારતીય-અમેરિકન કોંગ્રેસ મહિલા પ્રમિલા જયપાલે કહ્યું છે કે તેમને ફોન પર અપમાનજનક અને નફરતભર્યા મેસેજ મળી રહ્યા છે. તેમને ભારત જવા માટે કહેવામાં આવી રહ્યું છે. જયપાલે સોશિયલ મીડિયા પર પાંચ ઓડિયો મેસેજ શેર કર્યા છે.
ઓડિયો મેસેજમાં એક વ્યક્તિ જયપાલને તેમના દેશમાં જવાની ધમકી આપી રહ્યો છે. જો તે આમ નહીં કરે તો તેના ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી છે. સાંસદે ટ્વિટ કર્યું, 'મેં આ મેસેજ અહીં શેર કર્યા છે કારણ કે અમે હિંસાને અમારા માટે નવી સામાન્ય તરીકે સ્વીકારી શકતા નથી.' તમને જણાવી દઈએ કે 55 વર્ષીય ભારતીય-અમેરિકન ધારાસભ્ય પ્રમિલા જયપાલ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સિએટલનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ ભારતીય-અમેરિકન મહિલા ધારાસભ્ય છે.
પ્રમિલા જયપાલને ભૂતકાળમાં પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચુકી છે. જુલાઈના અંતમાં, આ વ્યક્તિની અશ્લીલ વાતો અને સાંસદને ધમકી આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.