લોકો માટે પ્રેરણા રહ્યા હતા મહારાણી પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાણીના નિધન પર કહ્યું હતુ કે, મહારાણીને આપણા સમયના દિગ્ગજ શાસકના રૂપમાં યાદ કરવામાં આવશે. તેમણે પોતાના રાષ્ટ્ર અને લોકો પ્રેરણા આપવાનુ કામ કર્યુ છે. સાથે જ સાર્વજનીક વસ્તુમાં તેમની ગરીમાં અને શાલિનતા લોકોએ તેમની પાસેથી શિખવી જોઇએ આ દુખની ધડીમાં મારી તેમના પરિવાર અને બ્રિટનના લોકો સાથે છે.
મહારાણી સાથેની મુલાકાત યાદગાર હતી
પીએમ મોદીએ આ દરમિયાન જણાવ્યું હતુ કે, તે વર્ષ 2015 અને 2018 ના બ્રિટનના પ્રવાસે ગયા હતા ત્યારે મહારાણી સાથે તેમની મુલાકાત યાદગાર રહી હતી. તેમણે ઉત્સાહ પૂર્વક મારુ સ્વાગત કર્યુ હતુ. તેને હુ ક્યારેય નહી ભૂલી શકુ. એક બેટક દરમિયાન તેમણે મને એ રૂમાલ દેખાડ્યો જે તેમને મહાત્મા ગાંધીએ લગ્નના ગિફ્ટ તરીકે આપ્યો હતો. હું તે પળોને ક્યારે નહી ભૂલુ.
લાંબા સમયથી બિમાર હતા એલિજાબેથ
ક્વીન એલિજાબેથ થોડા ઘણ લાંબા સમયથી બિમાર હતા. બુધવારે તેમની હાલત વધારે ખરાબ થઇ હતી. તેમને ઇલાજ માટે હોસ્પિટલમાં દાખલ કવામાં આવ્યા હતા. પરંતુ બ્રિટને સમય મુજબ આજે બપોરના તેમનું મૃત્યું થયુ હતુ. થોડા સમય પહેલા જ બ્રિજનના પ્રધાનમંત્રી લિજ ટુસ સાથે તેમની મુલાકાત થઇ હતી.