આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, આ છે 10 નવા ઉમેદવારો!

By Desk
|

ગાંધીનગર : આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેના 10 ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી છે. પાર્ટીએ અગાઉ 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. હવે વધુ 10 ઉમેદવારોના નામની જાહેરાત બાદ આ સંખ્યા વધીને 29 થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, આગામી સમયમાં તેઓ આ જ રીતે અન્ય ઉમેદવારોના નામ પણ જાહેર કરશે.

આમ આદમી પાર્ટીની ત્રીજી યાદી

અહીં તમને જણાવી દઈએ કે આ પહેલા ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 2જી ઓગસ્ટે 10 અને 9મી ઓગસ્ટે 9 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ચૂંટણીમાં હજુ ઘણો સમય બાકી છે, જો કે ઉમેદવારોની જાહેરાત થઈ રહી છે. આ અંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, પક્ષ વહેલી તકે ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે, જેથી તેઓને જાહેરમાં જવા માટે પૂરતો સમય મળી શકે. આ કારણે તેમની પાર્ટીની યોજના ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા તમામ ઉમેદવારોની યાદી જાહેર કરવાની છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં મુખ્યમંત્રીનો ચહેરો આમ આદમી પાર્ટી દ્વારા પછી જાહેર કરવામાં આવશે.

ત્રીજી યાદીમાં 10 નામ

કૈલાસ ગઢવી - માંડવી (કચ્છ)
દિનેશ કાપડિયા - દાણીલીમડા
બિપીન ગામેતી - ખેડબ્રહ્મા
ડો.રમેશ પટેલ - ડીસા
લાલેશ પટેલ - પાટણ
કલ્પેશ પટેલ - વેજલપુર
વિજય ચાવડા - સાવલી
પ્રફુલ્લ વસાવા - નાંદોડ
જીવન જુંગી - પોરબંદર
અરવિંદ ગામીત - નિઝર

બીજી યાદીમાં 9 નામ જાહેર કરાયા હતા

નિમિષાબેન ખુંટ - ગોંડલ
ભરતભાઈ વાખલા - દેવગઢ બારીયા
વિપુલભાઈ સખીયા - ધોરાજી
વિક્રમભાઈ સોરાણી - વાંકાનેર
પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર સુરત-ચોર્યાસી
કરશનભાઈ કરમુર - જામનગર ઉત્તર
પીયુષ પરમાર - માંગરોળ
રાજુભાઈ કરપડા - ચોટીલા
જેજે મેવાડા- અસારવા

પ્રથમ યાદીમાં 10 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા

ભીમાભાઈ ચૌધરી - દિયોદર
વશરામ સાગઠીયા - રાજકોટ ગ્રામ્ય
સાગર રબારી - બેચરાજી
અર્જુન રાઠવા - છોટા ઉદેપુર
રામ ધડુક - કામરેજ (સુરત)
શિવલાલ બારસીયા - રાજકોટ દક્ષિણ
સુધીર વાઘાણી - ગારીયાધાર
રાજેન્દ્ર સોલંકી - બારડોલી
ઓમપ્રકાશ તિવારી - નરોડા
જગમાલ વાળા - સોમનાથ

MORE આમ આદમી પાર્ટી NEWS  

Read more about:
English summary
Aam Aadmi Party announced the third list of candidates in Gujarat
Story first published: Thursday, September 8, 2022, 17:27 [IST]