તમિલનાડુઃ રાહુલ ગાંધી 'ભારત જોડો યાત્રા' પહેલા પિતા રાજીવ ગાંધીના શહીદ સ્મારક પહોંચ્યા

|

નવી દિલ્લીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આજે કન્યાકુમારીથી કોંગ્રેસની 3570 કિલોમીટર લાંબી ભારત જોડો યાત્રા શરૂ થઈ રહી છે. યાત્રાની શરૂઆત પહેલા રાહુલ ગાંધી તમિલનાડુમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના સ્મારક સ્થળ પર પહોંચ્યા હતા અને અહીં ફૂલ ચઢાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓ પણ અહીં પહોંચ્યા હતા. કોંગ્રેસનુ કહેવુ છે કે આ યાત્રાને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. તેનો હેતુ માત્ર દેશને એક કરવાનો છે. પાર્ટીના પ્રવક્તા જયરામ રમેશે કહ્યુ કે આ પરિવર્તનની ક્ષણ છે.

કોંગ્રેસની ભારત જોડો યાત્રાની વાત કરીએ તો તે 150 દિવસ સુધી ચાલશે અને આ દરમિયાન કુલ 3570 કિમીનુ અંતર કાપવામાં આવશે. મુસાફરીમાં સામેલ મુસાફરો કોઈપણ હોટલમાં રોકાશે નહિ અને આ લોકો કન્ટેનરમાં જ રાત વિતાવશે. આ યાત્રામાં કુલ 60 કન્ટેનર જોડવામાં આવ્યા છે. જેમાં સૂવા માટે બેડ, ટોયલેટ અને એસીની વ્યવસ્થા છે. સુરક્ષાના કારણોસર રાહુલ ગાંધી આ કન્ટેનરમાં નહિ રોકાય, તેઓ એકલા એક કન્ટેનરમાં રહેશે, જ્યારે અન્ય શેર કરેલા કન્ટેનરમાં રહેશે.

આ કન્ટેનર પ્રવાસ દરમિયાન રસ્તામાં આવેલા ગામડાઓમાં પાર્ક કરવામાં આવશે. મુસાફરો રસ્તા પર જ ભોજન લેશે. તેમને દર ત્રીજા દિવસે લૉન્ડ્રીની સુવિધા પણ આપવામાં આવશે. યાત્રા દરમિયાન હવામાનમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પાંચ મહિનાની આ યાત્રામાં દરેક સિઝન માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરીમાં સામેલ મુસાફરો દરરોજ 6-7 કલાક ચાલશે. મુસાફરો બે બેચમાં પ્રવાસ માટે રવાના થશે, પ્રથમ બેચ સવારે 7-8.30 વાગે અને બપોરે 3.30 થી સાંજે 6.30 સુધી.

રૂટ મેપ મુજબ ભારત જોડો યાત્રામાં 20 મહત્વના સ્થળો કન્યાકુમારી, તિરુવનંતપુરમ, કોચી, નિલાંબુર, મૈસુર, બેલ્લારી, રાયચુર, વિકરાબાદ, નાંદેડ, જલગાંવ, જમોદ, ઈન્દોર, કોટા, દૌસા, અલવર, બુલંદશહર, દિલ્લી, અંબાલા, પઠાણકોટ, જમ્મુ, શ્રીનગરનો સમાવેશ થાય છે. આ યાત્રા કેરળમાં 18 દિવસ, કર્ણાટકમાં 21 દિવસ રોકાશે.

MORE RAHUL GANDHI NEWS  

Read more about:
English summary
Bharat Jodo Yatra: Rahul Gandhi floral tribute at Rajiv Gandhi memorial in Sriperumbudur
Story first published: Wednesday, September 7, 2022, 9:05 [IST]