સુપ્રિમ કોર્ટે આઇટી એક્ટ ની કલમ 66A લઇને કડલ વલણ અપનાવ્યુ છે. કોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું હતુ કે, આઇટી એક્ટની કલમ 66A ને 2015 માં રદ્દ કરવામાં આવી છે. તેમ છતા 7 વર્ષનો સમય વિતી ગયો હોવા છતા અમુક રાજ્યોમાં આ કલમ લગાવામાં આવે છે. કોર્ટે રાજ્યોના મુખ્ય સચિવોને ફટકાર લગાવતા જણાવ્યુ હતુ કે, 3 અઠવાડીયામાં આ કેસને પરત લેવામાં આવે. સુપ્રિમ કોર્ટે 5 રાજ્યોના સચિવોને ફટકાર લગાવી છે. આઇટી એક્ટ 66A અનુસાર આપતિજનક પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર વ્યક્તિને 3 વર્ષની સજા અને દંડની જોગવાઇ આ એક્ટમા છે.
સુપ્રિમ કોર્ટે 2015 માં કહ્યુ હતુ કે, વિચાર અને અભિવ્યક્તિની આઝાદી સર્વોચ્ચ છે. જનતાને જાણવાનો અધિકારી આઇટી એક્ટ 66A નું સીધુ ઉલ્લંઘન કરે છે. ચીફ જસ્ટીસ યૂયૂ લલિત અને રવિન્દ્ર ભટ્ટની બેચે મંગળવારે કહ્યુ હતુ કે, આ ચિંતાનો વિષય છે કે, કોર્ટના અધિકારીક નિર્ણય બાદ આ એકટને રદ્દ કરવામાં આવ્યો હતો. તેમ છતા આ એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવે છે. કોર્ટે કહ્યુ કે, અમે કેન્દ્ર સરકારના વકીલને જોહેબ હૂસૈન આ રાજ્યોને મુખ્ય સચિવો સાથે સંવાદ કરવા માટે કહ્યુ છે.