સુવાની શોખીન છોકરીનો અનોખો રેકોર્ડ
ઉંઘવુ એક પ્રકારનો શોખ છે. શોખ એ દરેક વ્યક્તિની જીવનશૈલીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ પોતાનો શોખ જાળવી રાખવો જોઈએ. હંમેશા સુવાની શોખીન રહેતી આવી જ એક યુવતીએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે અને તેના નામે 6 લાખ રૂપિયાની મોટી રકમ છે.
પશ્ચિમ બંગાળની ત્રિપર્ણા ચક્રવર્તીએ 6 લાખ જીત્યા
પશ્ચિમ બંગાળની ત્રિપર્ણા ચક્રવર્તીને એક-એક લાખ રૂપિયાના છ ચેક આપવામાં આવ્યા છે. હુગલીના શ્રીરામપુરની રહેવાસી ત્રિપર્ણાએ કુલ 100 દિવસ સુધી દિવસમાં 9 કલાક ઊંઘવાનો રેકોર્ડ બનાવ્યો છે. અહેવાલો અનુસાર, આ સ્પર્ધા અખિલ ભારતીય સ્તરે યોજવામાં આવી હતી, જેમાં 4 લાખ લોકોએ અરજી કરી હતી. તેમાંથી કુલ 15 સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ માત્ર ચાર સ્પર્ધકો ફાઇનલમાં પહોંચ્યા હતા. (ફોટો ક્રેડિટ- @shubhankrmishra ટ્વિટર)
કુલ 15 સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી હતી
આ હરીફાઈના વિજેતાએ જણાવ્યું કે ચારેય સ્પર્ધકોને ગાદલું અને સ્લીપ ટ્રેકર આપવામાં આવ્યું હતું અને તેમને ઊંઘની કુશળતા બતાવવા માટે કહેવામાં આવ્યું હતું. ત્રિપર્ણાને એક વેબસાઈટ દ્વારા આ સ્પર્ધા વિશે માહિતી મળી હતી. વિજેતાએ જણાવ્યું કે તે રાત્રે જાગતી હતી અને દિવસે સૂતી હતી. ઈનામની રકમથી યુવતી પોતાની પસંદગીની અને જરૂરિયાતની વસ્તુઓ ખરીદવાની યોજના બનાવી રહી છે.
સારી ઊંઘનું બિરુદ મળ્યું
તમને જણાવી દઈએ કે ત્રિપર્ણા ચક્રવર્તી યુએસ સ્થિત કંપનીમાં કામ કરે છે અને હાલમાં 'વર્ક ફ્રોમ હોમ' કરી રહી છે. જેના કારણે તેમને રાત્રે જાગતા રહેવું પડે છે. આવી સ્થિતિમાં હવે બંગાળની યુવતીએ 4 લાખ સ્પર્ધકોને હરાવીને સારી ઊંઘનો ખિતાબ જીતી લીધો છે. (બીજા ફોટો સિવાય તમામ તસવીરો પ્રતિકાત્મક છે)