બ્રિટનમાં બે મહિના સુધી ચાલેલ વોટિંગ બાદ સોમવારે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર લિઝ ટ્રસે જીત નોંધાવી લીધી. લિઝ ટ્રસ હવે બ્રિટેનના નવા પ્રાઈમ મિનિસ્ટર બનવા જઈ રહ્યાં છે. મંગળવારે તેઓ પોતાનો પદ્ભાર સંભાળી લેશે, પરંતુ તેમનું સંભાળતાની પહેલાં જ બ્રિટેનના ગૃહ સચિવ પ્રીતિ પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જણાવી દઈએ કે પ્રીતિ પટેલે સોમવારે પોતાના રાજીનામાંની ઘોષણા કરી દીધી.
નવા પીએમ પદ સંભાળે તે પહેલાં આપી દીધું રાજીનામું
મીડિયા રિપોર્ટ્સ મુજબ બ્રિટેનના ગૃહ સચિવ અને આંતરિક મામલાના મંત્રી પ્રીતિ પટેલે લિઝ ટ્રસના પીએમ પદ સંભાળ્યાના અમુક કલાકો પહેલાં જ પોતાના રાજીનામાંની ઘોષણા કરી દીધી છે. કન્ઝર્વેટિવ પાર્ટી તરફથી નવા પીએમ માટે લિઝ ટ્રસના નામની જેવી ઘોષણા કરવામાં આવી તેની ગણતરીની કલાકો બાદ જ પ્રીતિ પટેલે પોતાના રાજીનામાની ઘોષણા કરી દીધી.
It has been the honour of my life to serve as Home Secretary for the last three years.
— Priti Patel (@pritipatel) September 5, 2022
I am proud of our work to back the police, reform our immigration system and protect our country.
My letter to Prime Minister @BorisJohnson 👇🏽 pic.twitter.com/seTx6ikX25
ટ્વિટર પર રાજીનામું પોસ્ટ કર્યું
પ્રીતિ પટેલે પોતાના રાજીનામાની જાણકારી સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે. તેમણે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા કહ્યું, "હું લિઝ ટ્રસને આપણા નવા લીડરના રૂપમાં ચૂંટાવા બદલ શુભાચ્છા પાઠવું છું અને એક પીએમના રૂપમાં મારું તેમને સમર્થન રહેશે." પ્રીતિ પટેલે પોતાનું રાજીનામું વર્તમાન પીએમ બોરિસ જૉનસનને આપ્યું.
કોણ છે પ્રીતિ પટેલ?
જણાવી દઈએ કે પ્રીતિ પટેલ ભારતીય મૂળની મહિલા છે જે બ્રિટેનના પીએમની કેબિનેટમાં સામેલ છે. પ્રીતિ પટેલ નાની ઉંમરે જ કન્ઝર્વેટિવ પાર્ટીની સભ્ય બની ગઈ હતી. વર્ષ 2010માં તેઓ પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયાં તાં. જે બાદ વર્ષ 2015માં પણ તેમણે આ સીટ પર જીત નોંધાવી. વર્ષ 2014માં પ્રીતિને ટ્રેઝરી મિનિસ્ટર બનાવવામાં આવી હતી. વર્ષ 2015માં થયેલ સામાન્ય ચૂંટણી બાદ પ્રીતિ પટેલને રોજગાર રાજ્યમંત્રીનું પદ મળ્યું હતું.