ભાજપના નેતાએ FIR નોંધાવી
ઉલ્લેખનીય છે કે, ફેક્ટ ચેકર અને ઈન્ડિયન જર્નલિસ્ટ મોહમ્મદ જુબૈર વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમના પર આરોપ છે કે તેમણે અર્શદીપ સિંહ અને સિખ સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવવાનું કામ કર્યું છે. મોહમ્મદ જુબૈર વિરુદ્ધ ભાજપના નેતા મનજિંદર સિંહ સિરસાએ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
પાકિસ્તાન ટ્વીટની લિંક જુબૈર સાથે
મનજિંદર સિંહ સિરસાએ પોતાની ફરિયાદમાં જુબેરના એક ટ્વીટનો હવાલો આપ્યો જેમાં તેમણે વિવિધ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલ અર્શદીપ વિરુદ્ધના સ્ક્રીનશોટ શેર કર્યા હતા. જેમાંથી મોટાભાગના ટ્વીટ પાકિસ્તાનના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરવામાં આવ્યા છે, માટે માનવામાં આવી રહ્યું છે કે આ મામલામાં અમુક હદ સુધી જુબૈરનો હાથ હોય શકે છે. સિરસાએ દિલ્હી પોલીસ સમક્ષ માંગ કરી છે કે મોહમ્મદ જુબૈર પાકિસ્તાન અથવા ભારતમાં કોના કોના સંપર્કમાં છે તેની માહિતી મેળવવામાં આવે.
સિરસાએ આ આરોપ લગાવ્યા
ભાજપી નેતા સિરસા મુજબ અર્શદીપ સિંહને ટ્રોલ કરનાર મોટાભાગના ટ્વીટ પાકિસ્તાની ટ્વિટર અકાઉન્ટથી થયાં છે. સિરસાએ આરોપ લગાવ્યો કે મોહમ્મદ જુબૈરે રાષ્ટ્ર વિરોધી તત્વોના ઈશારે કામ કર્યું હતું, માટે તેમની સામે એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરવામાં આવે. મનજિંદર સિંહ સિરસાએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા છે. પોતાના ટ્વીટ દ્વારા તેમણે જણાવ્યું કે જુબૈરનો ઉદ્દેશ્ય ભારતીય ખેલાડીને બદનામ કરવાનો હતો. તેમણે સિખ સમુદાયની ભાવનાઓ સાથે રમત રમી છે.
કોણ છે મોહમ્મદ જુબૈર?
જણાવી દઈએ કે મોહમ્મદ જુબૈર ફેક્ટ ચેકર વેબસાઈટ અલ્ટ ન્યૂજના ફાઉન્ડર છે. તેઓ હંમેશા કોઈને કોઈ વિવાદમાં આવતા રહે છે. 2018માં તેમણે હિન્દૂ દેવી દેવતાઓ વિરુદ્ધ ટ્વીટ કર્યું હતું, જે ધાર્મિક બાવનાઓને દુભાવતું હતું. માટે તેને 24 દિવસ ુસધી કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. હાલ તે મામલામાં જુબૈર જામીન પર બહાર છે. જુબૈર વિરુદ્ધ યૂપીના હાથરસ, સીતાપુર, લખીમપુર ખીરી, મુઝફ્ફરનગર, ગાઝિયાબાદ અને ચંદૌલીમાં કેસ નોંધાયેલ છે.