દિલ્હી : અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણી ચોથા નંબરે પહોંચી ગયા છે. અદાણીની નેટવર્થ $146.5 બિલિયન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અદાણીની સંપત્તિમાં તેજી જોવા મળી છે. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર, આર્નોલ્ટ ફરી એકવાર 156.5 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
તાજેતરના અહેવાલમાં ગૌતમ અદાણી ટોપ-3ની યાદીમાં સામેલ હતા, પરંતુ હવે તેઓ ચોથા સ્થાને સરકી ગયા છે. ગૌતમ અદાણી અને બર્નાર્ડ આર્નોલ્ટ વચ્ચે સંપત્તિના તફાવતની વાત કરીએ તો 10 અબજ ડોલરનો તફાવત છે.
તમને જણાવી દઈએ કે ઈલોન મસ્ક આ લિસ્ટમાં 250.5 બિલિયન ડોલરની નેટવર્થ સાથે નંબર વન પર છે. આ સિવાય જેફ બેઝોસ 151.3 બિલિયન ડોલરની સાથે ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે.
અદાણી ભલે આ વખતે યાદીમાં ત્રીજા સ્થાનેથી ચોથા સ્થાને સરકી ગયા હોય, પરંતુ અદાણીના શેર રોકાણકારોને મોટો નફો આપી રહ્યા છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના શેરોએ રોકાણકારોને માત્ર એક વર્ષમાં 114.31 ટકા વળતર આપ્યું છે.
7 સપ્ટેમ્બર 2021ના રોજ અદાણી ગ્રીન એનર્જીના શેરની કિંમત 1110 હતી. કંપનીના શેરમાં એક વર્ષમાં 1,268.95 રૂપિયાનો વધારો થયો છે.
છેલ્લા કેટલાક વર્ષોના ચાર્ટ પર નજર કરીએ તો 22 જૂન 2018ના રોજ અદાણીનો શેર 29.45ના સ્તરે હતો. છેલ્લા 4 વર્ષમાં કંપનીના શેરમાં 7,978.10 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં 2,349.55નો વધારો થયો છે.