કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા પીએમ પદ માટે નામાંકિત લિઝ ટ્રસ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે. મંગળવારે ક્વિન એલિઝાબેથ દ્વિતીયે લિઝ ટ્રસને બ્રિટનના નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા. રાજવી પરિવારના ટ્વિટર હેન્ડલ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. રાણી એલિઝાબેથ II એ લિઝ ટ્રસને PM અને ટ્રેઝરીના પ્રથમ લોર્ડ તરીકે નિયુક્ત કર્યા છે.
રોયલ ફેમિલી તરફથી ટ્વીટ
મંગળવારે, શાહી પરિવારે ટ્વિટ કર્યું: "ક્વિન એલિઝાબેથ આજે બાલમોરલ કેસલ ખાતે લિઝ ટ્રસને મળ્યા હતા અને આ દરમિયાન તેમણે લિઝ ટ્રુસને નવી સરકાર રચવા કહ્યું હતું અને તેમને બ્રિટનના નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. લિઝ ટ્રસએ ક્વિનની ઓફર સ્વીકારી હતી.
🤝 The Queen received Liz Truss at Balmoral Castle today.
— The Royal Family (@RoyalFamily) September 6, 2022
Her Majesty asked her to form a new Administration. Ms. Truss accepted Her Majesty's offer and was appointed Prime Minister and First Lord of the Treasury. pic.twitter.com/klRwVvEOyc
તમને જણાવી દઈએ કે બ્રિટનમાં લગભગ બે મહિના સુધી ચાલેલા વોટિંગમાં સોમવારે લિઝ ટ્રસને કન્ઝર્વેટિવ પાર્ટીના વડા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પીએમ પદની આ રેસમાં તેણે ભારતીય મૂળના ઋષિ સુનકને હરાવ્યા હતા. બ્રિટનના નવા વડાપ્રધાનની નિમણૂક પરંપરા મુજબ બકિંગહામ પેલેસમાં નહીં પણ સ્કોટલેન્ડમાં કરવામાં આવી હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે.
45 વર્ષીય લિઝ ટ્રસ બ્રિટનની ત્રીજી મહિલા વડાપ્રધાન બની છે. કન્ઝર્વેટિવ સભ્યોએ પાર્ટીમાંથી નવા PMની પસંદગી કરવા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું. આ વોટિંગમાં લિઝને 81,326 વોટ મળ્યા જ્યારે સુનકને 60,399 વોટ મળ્યા હતા.