કોંગ્રેસની હલ્લાબોલ રેલી પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખો હુમલો બોલ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે રાજા માત્ર પોતાના મિત્રોને જ ફાયદો પહોંચાડી રહ્યા છે, જ્યારે સામાન્ય નાગરિકોએ આજે પણ જરૂરી સામાન ખરીદતા પહેલાં દસ વખત વિચારવું પડે છે. વડાપ્રધાન પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વધતી કિંમતો અને મોંઘવારી માટે પીએમ જવાબદાર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ આજે દિલ્લાના રામલીલા મેદાનમાં વિશાળ હલ્લાબોલ રેલી કરી રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે સતત વધી રહી મોંઘવારી વિરુદ્ધ અમે અવાજ ઉઠાવતા રહીશું. રાજાએ અમારી વાત સાંભળવી પડશે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પીએમ મોદી પર આ હુમલો બોલ્યો છે. તેમણે લખ્યું, "રાજા મિત્રોની કમાણીમાં વ્યસ્ત પ્રજા મોંઘવારીથી ત્રસ્ત. આજે લોકોએ જરૂરતનો સામાન ખરીદતા પહેલાં દસ વખત વિચારવું પડે છે. આ તકલીફો માટે માત્ર પ્રધાનમંત્રી જવાબદાર છે. મોંઘવારી વિરુદ્ધ અમે અવાજ જોડતા જઈશું, રાજાએ સાંભળવી પડશે."
જણાવી દઈએ કે રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પાછલા કેટલાક અઠવાડિયાથી ઈટલીમાં હતા. સોનિયા ગાંધીની માતા પાઓલા માઈનોનું 27 ઓગસ્ટના રોજ નિધન થયું હતું. ઈટલીથી રાહુલ ગાંધી આજે દિલ્હી પહોંચ્યા છે, તેઓ અહીં હલ્લાબોલ રેલીમાં ભાગ લેશે. રાહુલ ગાંધીની આગેવાનીમાં થનાર આજની રેલી ઘણી મહત્વની છે કેમ કે પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે હાલમાં જ પાર્ટીને અલવિદા કહી દીધું હતું.