નવી દિલ્લીઃ દિલ્લીની સરકારી શાળાઓમાં વર્ગખંડોના નિર્માણ મામલે કેન્દ્રીય તકેદારી આયોગ (CVC)ના રિપોર્ટના આધારે ભાજપ દિલ્લીની આમ આદમી પાર્ટી સરકાર પર વારંવાર પ્રહારો કરી રહી છે. NDTVએ આ મુદ્દે દિલ્લીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા સાથે વાત કરી હતી. મનીષ સિસોદિયાએ ભાજપના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા. તેમણે કહ્યુ, 'ભાજપ તબેલા બનાવે છે, અમે શાનદાર શાળાઓ બનાવીએ છીએ. મને ગર્વ છે કે મે દિલ્લીના બાળકો માટે પૈસા ખર્ચ્યા છે, હું તેને મારા હવા મહેલમાં નથી નાખતો, હું સ્વિસ બેંકમાં જમા નથી કરી રહ્યો. હું તેને બાળકો માટે બનાવુ છુ.'
સવાલ: ભાજપનો આરોપ છે કે ફેબ્રુઆરી 2020માં સીવીસીએ આ રિપોર્ટ દિલ્લી સરકારના સચિવ વિજિલન્સને મોકલ્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નર પણ આવો જ આરોપ લગાવી રહ્યા છે. તો દિલ્લી સરકાર આ રિપોર્ટ પર અઢી વર્ષ કેમ બેસી રહી?
જવાબ: શાળાઓ બનાવી છે. સરકાર શાળાઓ બનાવી રહી છે. આમાં મીન-મેખ કાઢવામાં આવી રહી છે. શા માટે વધુ શાળાઓ બનાવી, વધુ ઓરડાઓ કેમ બનાવ્યા, શૌચાલય કેમ વધુ બનાવ્યા, શા માટે આટલુ સારુ બનાવ્યુ, આ પ્રકારનુ રિસેપ્શન ખાનગી શાળાઓમાં પણ ભાગ્યે જ જોવા મળે છે... તેમને ખાનગી શાળા જેવા બનાવવાની શું જરૂર હતી? પીળો કચરાવાળુ જે સ્કૂલોમાં બને છે એ જ રીતે બનાવો. શા માટે તેઓ કહે છે કે શા માટે તે આટલુ સારુ બનાવવામાં આવ્યુ? શું જવાબ આપવો? અમારુ કામ શ્રેષ્ઠ શાળાઓ બનવાનુ છે. દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવુ જોઈએ. તેઓને આ બાબતે મુશ્કેલી પડી રહી છે. અગાઉ એક માળે શૌચાલય હતુ. અમે કહ્યું કે ચારેય માળે શૌચાલય બનાવો. તેઓ કહી રહ્યા છે કે શા માટે શૌચાલય વધુ બનાવવામાં આવ્યા. શું જવાબ આપવો જો બાળકો ચારેય માળે ભણતા હોય તો શૌચાલય બનાવવા પડશે.