શું છે સોનાલીની એ 3 ડાયરીમાં?
સૂત્રોના જણાવ્યા મુજબ મળી આવેલી ડાયરીઓમાં સોનાલી ફોગાટના અંગત સહાયક સુધીર સાંગવાન દ્વારા આપવામાં આવેલા નાણાંનો રેકોર્ડ છે. સોનાલી ફોગાટે હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં રોકાણ કરેલા પૈસાનો પણ ડાયરીમાં ઉલ્લેખ છે. ડાયરીમાં સોનાલી ફોગાટની આવક અને ખર્ચનો પણ ઉલ્લેખ છે.આ ઉપરાંત કેટલાક રાજકારણીઓના નામ અને નંબરો છે. સોનાલી ફોગાટ માટે કામ કરનારા કેટલાક અમલદારોના નામ પણ ડાયરીમાં નોંધાયેલા છે.
ગોવા પોલીસે શું કહ્યુ?
સોનાલી ફોગાટ હત્યા કેસની તપાસ માટે ગોવા પોલીસના ઇન્સ્પેક્ટર થેરોન ડી'કોસ્ટા થોડા દિવસ પહેલા હરિયાણાના હિસાર આવ્યા હતા. થેરોન ડી'કોસ્ટાની ટીમ હરિયાણા પોલીસ સાથે સોનાલીના ઘરની તપાસ કરવા ગઈ હતી. ડાયરી પુનઃપ્રાપ્ત કર્યા પછી ઇન્સ્પેક્ટર થેરોન ડી'કોસ્ટાએ કહ્યુ, 'અમે હજુ પણ આ મામલાની વધુ તપાસ કરી રહ્યા છીએ. જ્યારે અમે તપાસ પૂર્ણ કરીશુ ત્યારે જ કોઈ નિષ્કર્ષ પર આવી શકાશે.'
'ઈલેક્ટ્રોનિક લૉકર ના ખુલ્યુ પોલીસથી...'
સોનાલી ફોગાટના ભાઈ વતન ઢાકાએ જણાવ્યુ હતુ કે, 'મને સવારે ગોવા પોલીસનો ફોન આવ્યો હતો. જેમાં અમારા સંત નગર એપાર્ટમેન્ટની બીજી એક સર્ચ કરવા વિનંતી કરવામાં આવી હતી. જ્યાં તેઓએ શુક્રવારે લગભગ ત્રણ કલાક વિતાવ્યા હતા. પોલીસે સોનાલી ફોગાટનુ લૉક સીલ કરી દીધુ છે. સર્ચ પછી તેઓ ત્રણ ડાયરીઓ તેમની સાથે લઈ ગયા હતા.' સોનાલી ફોગાટના જીજાજી અમન પુનિયાએ પણ કહ્યુ કે ઇલેક્ટ્રોનિક લૉકર ન ખુલવાને કારણે સીલ કરવામાં આવ્યુ હતુ.