શિવાજીની શાહી મુદ્રાથી પ્રેરિત
નેવીના ધ્વજમાંથી હવે રેડ ક્રોસને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યો છે. નવા ધ્વજમાં ઉપર ડાબી બાજુએ ત્રિરંગો છે, જ્યારે બાજુમાં વાદળી પૃષ્ઠભૂમિ પર સોનેરી રંગમાં અશોક ચિહ્ન છે જેની નીચે 'સત્યમેવ જયતે' લખેલું છે. ખાસ વાત એ છે કે જેના પર અશોકનું પ્રતિક બનાવવામાં આવ્યું છે, તે છત્રપતિ શિવાજી મહારાજની શાહી મહોર હતી.
શ્લોકનો અર્થ શું છે?
ધ્વજ નીચે સંસ્કૃતમાં એક શ્લોક લખાયેલો છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. તેના પર ઝૂમ કરવા પર ખબર પડશે કે તેના પર 'શં નો વરુણ:' લખેલું છે. જેનો અર્થ થાય છે 'વરુણ આપણા માટે શુભ રહે'. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર વરુણ દેવને સમુદ્રના દેવતા માનવામાં આવે છે. આ કારણોસર આ શ્લોક પસંદ કરવામાં આવ્યો હતો.
પીએમ એ કહી આ વાત
નવા ધ્વજ અંગે પીએમ મોદીએ કહ્યું કે ભારતીય નૌકાદળના જે ધ્વજ ગુલામીનું પ્રતિક હતું તેને બદલીને છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા પ્રેરિત નવો ધ્વજ લગાવવામાં આવ્યો છે. ભારતે હવે બાહ્ય શાસકોનો ભૂતકાળ કાઢી નાખ્યો છે. પીએમ મોદીએ ભારતીય નૌકાદળનું નવું યુદ્ધ જહાજ INS વિક્રાંત છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત કર્યું. તેમણે કહ્યું કે હવે શિવાજીની શાહી મહોર ધરાવતો ધ્વજ સમુદ્ર અને આકાશમાં ગર્વથી ફરશે.