દિલ્લી સરકારે દેશની પહેલી વર્ચ્યુઅલ સ્કૂલ કરી શરુ, જાણો કેવી રીતે થશે ધોરણ 9થી 12નો અભ્યાસ

|

નવી દિલ્લીઃ રાજધાની દિલ્લીની અંદર શિક્ષણ ક્ષેત્રે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને જાહેરાત કરી છે કે અમે આજથી દિલ્લીની અંદર પ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલ શરૂ કરી છે. આ વર્ચ્યુઅલ સ્કૂલ દિલ્લી બોર્ડ ઑફ સ્કૂલ એજ્યુકેશન સાથે જોડાયેલી હશે.

9માંથી 12માં ધોરણ સુધીના છાત્રોને મળશે પ્રવેશ

આ કૉન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યુ કે આ વર્ચ્યુઅલ સ્કૂલમાં ધોરણ થી 12 સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ધોરણ 9 માં પ્રવેશની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે, અમે આજથી જ ધોરણ 9 માટે અરજીઓ શરૂ કરી દીધી છે. મોટી વાત એ છે કે દેશભરના કોઈપણ રાજ્યના વિદ્યાર્થીઓ આ વર્ચ્યુઅલ સ્કૂલમાં પ્રવેશ માટે અરજી કરી શકે છે.

લાઈવ ક્લાસમાં ભાગ લઈ શકે છે છાત્રો

આ દરમિયાન સીએમએ કહ્યુ કે આ દિલ્લી મોડલ વર્ચ્યુઅલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ લાઇવ ક્લાસમાં ભાગ લઈ શકે છે અને રેકોર્ડ કરેલા સેશનનો પછીથી અભ્યાસ સામગ્રી તરીકે પણ ઉપયોગ કરી શકે છે. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યુ કે અમે વિદ્યાર્થીઓને JEE અને NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં પણ મદદ કરીશુ.

કેવી રીતે આવ્યો વર્ચ્યુઅલ સ્કૂલનો આઈડિયા

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે વર્ચ્યુઅલ સ્કૂલ શરૂ કરવાનો વિચાર કોરોનાના સમયમાં આયોજિત ઓનલાઈન ક્લાસને ધ્યાનમાં રાખીને આવ્યો હતો. જો કે બાળકોએ ભૌતિક શાળામાં જવુ જ જોઈએ પરંતુ જેઓ શાળાએ જઈ શકતા નથી તેમને શિક્ષણ આપવા માટે અમે વર્ચ્યુઅલ શાળા તૈયાર કરી છે. આમાં તમામ વર્ગો ઓનલાઈન હશે. તમે લાઈવ હાજરી આપી શકો કે રેકોર્ડિંગ પણ જોઈ શકો. આ શાળામાં અરજી કરવા માટે સમગ્ર દેશમાંથી કોઈપણ બાળક www.DMVS.ac.in પર જઈને અરજી કરી શકે છે.

Today, we are starting India's first virtual school-Delhi Model Virtual School, affiliated with the Delhi Board of School Education. We're inviting admission applications for Class 9 from today. Students from all over the country can apply for admission: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/yrwWD9Z9aD

— ANI (@ANI) August 31, 2022

MORE DELHI GOVERNMENT NEWS  

Read more about:
English summary
CM Arvind kejriwal starting India's first virtual school-Delhi Model Virtual School
Story first published: Thursday, September 1, 2022, 11:10 [IST]