250 પ્રાઈવેટ કૉન્ટ્રાક્ટ બંધ
હાલમાં 250 જેટલી ખાનગી દારૂની દુકાનો ચાલતી હતી જે આજથી બંધ થઈ જશે. તેઓને આબકારી નીતિ 2021-22 હેઠળ લાઇસન્સ આપવામાં આવ્યુ હતુ. જો કે, આબકારી વિભાગે અગાઉ ખાનગી લાઇસન્સધારકોને જાણ કરી હતી કે તેઓને 31 ઓગસ્ટ પછી છૂટક દારૂ વેચવાની મંજૂરી આપવામાં આવશે નહિ.
ખાનગી દુકાનદારોને મળી હતી દારુ વેચવાની મંજૂરી
દિલ્લી સરકારે ગયા વર્ષે નવેમ્બરમાં નવી દારૂ નીતિ લાગુ કરી હતી. સરકારે દારૂના ધંધામાંથી બહાર નીકળીને માત્ર ખાનગી ઑપરેટરોને જ દુકાન ચલાવવાની મંજૂરી આપી હતી. આબકારી વિભાગ દ્વારા કુલ 849 રિટેલરોને ઓપન બિડિંગ પ્રક્રિયા દ્વારા લાઇસન્સ આપવામાં આવ્યા હતા.
ભાજપ-કોંગ્રેસે કર્યો વિરોધ
જો કે, નવી આબકારી નીતિ ટૂંક સમયમાં જ વિવાદમાં આવી ગઈ હતી અને કોંગ્રેસ અને ભાજપ દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ પણ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. આ પછી દિલ્લી સરકારને 30 જુલાઈના રોજ નવી દારૂ નીતિ પાછી ખેંચવાની ફરજ પડી હતી.
મનીષ સિસોદિયાની સીબીઆઈએ કરી પૂછપરછ
કેન્દ્રીય તપાસ એજન્સીએ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા કે જેઓ એક્સાઈઝ વિભાગના વડા હતા તેમની નવી આબકારી નીતિમાં કથિત અનિયમિતતાઓ માટે પૂછપરછ કરી હતી અને તેમના બેંક લૉકરની પણ તપાસ કરી હતી.
હવે નહિ મળે છૂટ
નવી લિકર પોલિસી હેઠળ બાય વન ગેટ વન સાથેનુ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ રહેશે નહિ. જૂની દારૂની નીતિમાં તેને બંધ કરી દેવામાં આવ્યુ છે. આબકારી નીતિ 2021-22 (નવી દારૂની નીતિ) હેઠળ ખાનગી દારૂની દુકાનોની સંખ્યા વધીને લગભગ 650 થઈ ગઈ હતી પરંતુ બાદમાં લાયસન્સ ધારકોએ જુદા જુદા કારણોસર તેમના લાઇસન્સ સરેન્ડર કર્યા હતા. આબકારી અધિકારીઓએ જણાવ્યુ હતુ કે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહથી દારૂના પુરવઠામાં સુધારો થશે કારણ કે વધુ દારૂની દુકાનો ખોલવામાં આવશે.