સંસ્કૃત શ્લોકથી પર્વની શુભકામના
વડાપ્રધાને તેમની શુભકામનાઓ પાઠવતો સંસ્કૃત શ્લોક શેર કર્યો અને ટ્વિટર પર લખ્યુ, "હેપ્પી ગણેશ ચતુર્થી. ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે.'
10 દિવસનો ગણેશ ઉત્સવ શરુ
દસ દિવસીય ગણેશ ઉત્સવ ગણેશ ચતુર્થીના દિવસે શરૂ થાય છે અને અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થાય છે. જ્ઞાન અને સૌભાગ્યના દેવતા ભગવાન ગણેશના ભક્તો ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષ દરમિયાન તેમના જન્મની ઉજવણી કરે છે. આ ખાસ અવસર પર લોકો પોતાના ઘરે ભગવાન ગણેશની મૂર્તિઓ લાવે છે, વ્રત રાખે છે, વાનગીઓ તૈયાર કરે છે.
દેશના મોટા નેતાઓએ કરી મંગલ કામના
વડાપ્રધાન ઉપરાંત દેશના તમામ ટોચના નેતાઓએ આ અવસર પર શુભકામનાઓ પાઠવી છે. મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ગણેશ ચતુર્થીના અવસર પર શુભેચ્છા પાઠવી હતી. તેમણે દેશના નાગરિકોના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિની કામના કરી.
રાષ્ટ્રપતિ મુર્મૂએ કર્યુ ટ્વિટ
રાષ્ટ્રપતિએ પોતાના ટ્વીટમાં લખ્યુ, 'તમામ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામના. મંગલમૂર્તિ ભગવાન ગણેશ જ્ઞાન, સિદ્ધિ અને સૌભાગ્યનુ પ્રતીક છે. હું ઈચ્છુ છુ કે શ્રી ગણેશના આશીર્વાદથી દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ફેલાય.' બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના ટ્વીટમાં લખ્યુ કે, 'તમામ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. ગણપતિ બાપ્પા મોરિયા!'