ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકર પર હુમલાને લઈને રાજકારણ ગરમાયું છે. આ માટે આમ આદમી પાર્ટીએ ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું છે. AAP સાંસદ રાઘવ ચઢ્ઢા ટુંક સમયમાં ગુજરાત પહોંચવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ઝડપી પ્રગતિ જોઈને ભાજપ હવે ગુંડાગીરીની રાજનીતિ તરફ વળ્યો છે. અમારા નેતા મનોજ સોરઠીયા પર મંગળવારે ભાજપના ગુંડાઓએ નિર્દયતાથી હુમલો કર્યો હતો.