દેશમાં સક્રિય કેસલોડનો હિસ્સો 0.15 ટકા છે
ડેઇલી પોઝિટિવિટી રેટ 2.05 ટકા છે, જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 2.55 ટકા છે. વૈશ્વિક રોગચાળાની શરૂઆત થઈ ત્યારથી ભારતના સંચિત કેસોમાં દેશમાં સક્રિય કેસલોડનો હિસ્સો 0.15 ટકા છે.
રિકવરી રેટ 98.67 ટકા છે
છેલ્લા 24 કલાકમાં, કુલ 10,828 લોકો કોવિડમાંથી સાજા થયા છે, કોવિડની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 4,38,35,852 થી વધુ લોકો સાજા થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, રિકવરી રેટ 98.67 ટકા છે.
છેલ્લા 24 કલાકમાં 3,52,166 ટેસ્ટ કરવામાં આવ્યા
દેશમાં અત્યાર સુધીમાં 88.58 કરોડથી વધુ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 3,52,166 ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોવિડ રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં 212.39 કરોડથી વધુ કોવિડ-19 રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી 24 કલાકના ગાળામાં 22,50,854 ડોઝ આપવામાં આવ્યા છે.
16.80 કરોડની લક્ષિત વસ્તી સાથે બુસ્ટર જેબ્સ પ્રાપ્ત કર્યા
આરોગ્ય મંત્રાલયના બે વરિષ્ઠ અધિકારીઓએ મંગળવારના રોજ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર હજૂ પણ બૂસ્ટર ડોઝના ઓછા કવરેજને લઈને ચિંતિત છે, છતાં તે તમામ પાત્ર વસ્તી માટે મફત છે. 77.10 કરોડથી વધુની લક્ષ્ય વસ્તી સાથે 18-59 વર્ષની વય જૂથમાં લગભગ 12 ટકા કવરેજ નોંધવામાં આવી રહ્યું છે, જ્યારે આરોગ્ય સંભાળ અને ફ્રન્ટલાઈન વર્કર્સ સહિત 60 વર્ષથી વધુ ઉંમરના 35 ટકા લોકોએ 16.80 કરોડની લક્ષિત વસ્તી સાથે બુસ્ટર જેબ્સ પ્રાપ્ત કર્યા છે.
પ્રિકોશન ડોઝનું કુલ કવરેજ આશરે 15.66 કરોડ છે
પ્રિકોશન ડોઝનું કુલ કવરેજ આશરે 15.66 કરોડ છે અને ભારતના સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ 212.17 કરોડ ડોઝથી વધુ છે.
તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ હોસ્પિટલોમાં lnfluenza જેવી બિમારી (lLl) અને SARI કેસોનું નિયમિતપણે દેખરેખ રાખવા અને સતત જીનોમ સિક્વન્સિંગ ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યોને તમામ પાત્ર લોકોનું રસીકરણ ચાલુ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે.
ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 225 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 337 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ સાથે રાજકોટમાં એક કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયું હતું.
રાજ્યમાં કુલ 11,008 લોકોના મોત
આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન એક કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયું છે. જે બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 11,008 લોકોએ કોરોના સંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1755 થઇ
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,008 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,57,307 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1755 થઇ છે. જેમાંથી 08 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.
કુલ 12,34,43,568 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કુલ 12,34,43,568 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાં દરરોજ વધઘટ થઈ રહી છે.
2,34,373 કોરોના વેક્સિનના ડોઝ અપાયા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 99.00 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 2,34,373 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.