સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણ અને અયોધ્યા સાથે જોડાયેલા બધા કેસની સુનાવણી કરી બંધ

|

નવી દિલ્લીઃ ગુજરાત રમખાણો અને બાબરી મસ્જિદ વિધ્વંસ સંબંધિત કેસને લઈને સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો સંબંધિત તમામ કેસોની સુનાવણી બંધ કરી દીધી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ સંબંધિત કેસની સુનાવણી અટકાવવાનો પણ નિર્ણય લીધો છે. બાબરી ધ્વંસ કેસમાં યુપી સરકાર અને રાજ્યના અધિકારીઓ સામે સંબંધિત તમામ કેસોની સુનાવણી રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે સમય વીતવા સાથે અને 2019માં અયોધ્યા જમીન કેસ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે કોર્ટની અવમાનનાના મામલાઓ ટકી શકશે નહિ. ગોધરાકાંડ પછીના રમખાણોના કેસ અંગે કોર્ટે કહ્યુ કે સમય વીતવા સાથે આ કેસ હવે નિરર્થક બની ગયા છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટ કાર્યકર્તા તિસ્તા સેતલવાડની અરજી પર પણ સુનાવણી કરશે. તિસ્તા સેતલવાડની ગુજરાત રમખાણો સંબંધિત નકલી પુરાવા રજૂ કરવા અને નિર્દોષ લોકોને ફસાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાત કેસમાં કોર્ટમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ યુયુ લલિતની બેંચને કહ્યુ કે સેતલવાડની અરજી તૈયાર છે પરંતુ તેમાં થોડો સુધારો કરવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે 22 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે સેતલવાડની જામીન અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. સેતલવાડની જૂનમાં ધરપકડ કરવામાં આવી હતી.

MORE SUPREME COURT NEWS  

Read more about:
English summary
SC closes all proceeding of Gujarat riot and Babri demolition case.
Story first published: Tuesday, August 30, 2022, 12:32 [IST]