મેરઠ: PNB બેંક મેનેજરની ગર્ભવતી પત્ની અને પુત્રની હત્યા, બેડરૂમમાં મળ્યા મૃતદેહ

|

હસ્તિનાપુર વિસ્તારમાં એ સમયે ખળભળાટ મચી ગયો જ્યારે PNB બેંક મેનેજરની આઠ મહિનાની ગર્ભવતી પત્ની અને પાંચ વર્ષના પુત્રના મૃતદેહ મળી આવ્યા. હત્યારાઓએ માતા-પુત્રની હત્યા કરી લાશને પલંગની પેટીમાં મૂકી અને ઘરને તાળું મારીને ભાગી ગયા. જતી વખતે હત્યારાઓ તેમની સાથે સ્કૂટર પણ લઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે મહિલાનો પતિ ઘરે નહોતો.

PNB બેંકના મેનેજર સંદીપ કુમાર સાંજે ઘરે પહોંચ્યા તો તેમને ઘરની બહાર તાળું તૂટેલું જોવા મળ્યું. જે બાદ તેણે તેની 25 વર્ષની પત્ની શિખાના મોબાઈલ પર કોલ કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. તેણે લાંબા સમય સુધી રાહ જોઈ, પરંતુ રાત પડતી જોઈને જ્યારે તેને કંઈક અઘટિત થવાની શંકા ગઈ તો તેણે તરત જ પોલીસને જાણ કરી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે પોલીસે ઘરનો દરવાજો તોડ્યો તો અંદરનો સામાન વેરવિખેર હતો.

શિખા એક રૂમના પલંગની અંદર હતી અને તેના 5 વર્ષના રૂક્ષની લાશ બીજા રૂમના પલંગની અંદર હતી. બદમાશોએ તેમના હાથ બાંધી દીધા હતા અને મોઢામાં કપડું ભર્યું હતું. દિવસ દરમિયાન બનાવ બન્યો હોવાનું પોલીસનું અનુમાન છે. હાલ પોલીસે તાત્કાલિક બંને મૃતદેહોનો કબજો લઈ બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ મામલો રામલીલા ગ્રાઉન્ડ કોલોનીનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંદીપ કુમાર બિજનૌરમાં PNB બ્રાન્ચમાં મેનેજર તરીકે કામ કરે છે.

સંદીપ સોમવારે સવારે બેંકમાં ગયો હતો, તેની પત્ની શિખા અને પાંચ વર્ષનો પુત્ર રૂદ્રાંશ ઘરે હાજર હતા. આ બાબતે મેરઠના એસએસપી રોહિત સિંહે કહ્યું કે હસ્તિનાપુર પોલીસ સ્ટેશન હેઠળ સોમવારે સાંજે એક વ્યક્તિ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે તે તેની પત્ની અને તેના બાળકનો સંપર્ક કરી શકતો નથી અને ઘર તાળું છે. જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી તો ઘરનું તાળું તૂટેલું હતું અને તપાસ કરતાં ઘરમાં પત્ની અને બાળક મૃત હાલતમાં મળી આવ્યા હતા.

SSP રોહિત સિંહે કહ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. તેઓના લગ્નને 7 વર્ષ થયા હતા. મહિલાના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. પીડિતા વતી કેટલાક લોકો પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ તેની તપાસમાં લાગેલી છે. ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

MORE POLICE NEWS  

Read more about:
English summary
Meerut: PNB Bank manager's pregnant wife and son murdered
Story first published: Tuesday, August 30, 2022, 13:15 [IST]