નવી દિલ્હી : દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર બીકે સક્સેના સામે આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ મોરચો ખોલ્યો છે. દિલ્હી વિધાનસભામાં એલજી સક્સેના પર ગંભીર આરોપો લગાવ્યા બાદ તેઓ વિધાનસભામાં જ તપાસની માંગ સાથે ધરણા પર બેસી ગયા છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દુર્ગેશ પાઠક વિધાનસભામાં લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સામે નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સક્સેનાએ 2016માં જ્યારે તેઓ ખાદી ગ્રામોદ્યોગ કમિશનના અધ્યક્ષ હતા ત્યારે તેમના કર્મચારીઓ પર 1,400 કરોડની જૂની નોટો બદલવા માટે દબાણ કર્યું હતું. દિલ્હી AAP સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારાસભ્યો એલજી વિરુદ્ધ વિરોધ કરવા અને એલજી વિરુદ્ધ તપાસની માંગ કરવા માટે દિલ્હી વિધાનસભામાં જ રાતવાસો કરશે.
અગાઉ વિધાનસભામાં પાઠકે કથિત કૌભાંડની તપાસની માંગણી પણ કરી હતી. તેમણે કહ્યું કે ખાદી ગ્રામોદ્યોગ પંચના કૌભાંડની તપાસ થવી જોઈએ. તેમણે દિલ્હીના એલજી પર સીધો આરોપ લગાવ્યો અને ચેતવણી આપી કે જો આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ વિરોધ કરશે.
તમને જણાવી દઈએ કે આ પહેલા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હી સરકારની એક્સાઈઝ પોલિસી 2021-22માં કથિત અનિયમિતતાઓ સાથે સંબંધિત વિવાદમાં તેમના નામને ખેંચવામાં આવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે નારાજગી વ્યક્ત કરી હતી. AAPના ટ્વીટમાં દિલ્હીના એલજીનું નામ આવ્યા બાદ તેને હટાવી દેવામાં આવ્યું હતું. AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠકે વિધાનસભામાં લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના પર આરોપ લગાવ્યો કે કોવિડ-19 મહામારી દરમિયાન તેમણે 1400 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું અને બાદમાં આ કાળા નાણાને સફેદમાં ફેરવી દીધા. આ કેસમાં વીકે સક્સેના સામે તપાસ ચાલી રહી છે. જેના માટે આપ ધારાસભ્ય વિધાનસભામાં જ રાતવાસો કરશે.