નાસાએ Artemis-1ને સ્થગિત કર્યુ, એન્જિનની ખરાબીને કારણે મૂન મિશન અટકવ્યું!

By Desk
|

નવી દિલ્હી : નાસાએ તેના ચંદ્ર મિશન આર્ટેમિસ 1ને હાલ માટે મુલતવી રાખ્યું છે. યુએસ સ્પેસ એજન્સી નાસાએ એક નિવેદનમાં જણાવ્યું કે આર્ટેમિસ 1 પ્રક્ષેપણને હાલ માટે બિનઆયોજિત હોલ્ડ પર મૂકવામાં આવ્યું છે, કારણ કે ટીમ સ્પેસ લોંચ સિસ્ટમ કોર સ્ટેજ પર એન્જિન નંબર 3 સાથે સમસ્યા પર કામ કરી રહી છે.

એન્જિન નંબર 3માં સમસ્યા

નાસાએ કહ્યું કે ટીમ એન્જિન નંબર 3ની સમસ્યા પર કામ કરી રહી છે. 29 ઓગસ્ટના લોન્ચના સમય પહેલા વૈજ્ઞાનિકોએ ઇંધણ લીક અને તિરાડ જોઈ હતી, ત્યારબાદ હવે આર્ટેમિસ 1 પર નાસાનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે.

નાસાએ ટ્વીટ કરીને માહિતી આપી

નાસાએ ટ્વિટ કર્યું કે આર્ટેમિસ 1 આજે લોન્ચ થઈ રહ્યું નથી કારણ કે ટીમો એન્જિનમાં બ્લીડની સમસ્યા પર કામ કરી રહી છે. ટીમો ડેટા એકત્રિત કરવાનું ચાલુ રાખશે, અને અમે તમને આગલા પ્રક્ષેપણ પ્રયાસના સમય પર જણાવીશું.

લોન્ચિંગ સાંજે 6.03 કલાકે થવાનું હતું

મળતી માહિતી મુજબ, રોકેટના ચાર એન્જિનમાંથી એકમાં ખામી સર્જાવાને કારણે તેના લોન્ચિંગ માટે ચાલી રહેલુ કાઉન્ટડાઉન રોકી દેવામાં આવ્યુ છે. રોકેટનું પ્રક્ષેપણ ભારતીય સમય અનુસાર સોમવારે સાંજે 6.03 કલાકે થવાનું હતું, પરંતુ હવે તેને મોકૂફ રાખવામાં આવ્યું છે.

નાસાનું આર્ટેમિસ 1 ખૂબ જ મહત્વપૂર્ણ મિશન છે

આ પહેલા પણ એવી આશંકા હતી કે નાસા તેના મહત્વકાંક્ષી મિશનને થોડા સમય માટે રોકી દેશે. તમને જણાવી દઈએ કે આ મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પર માનવ સંશોધનનું મિશન શરૂ કરવા માટે રોકેટને ઊંડા અવકાશ ભ્રમણકક્ષામાં મૂકવાનો છે. વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટને ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટર ખાતે લોન્ચ પેડ 39B પર તૈનાત કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે નાસાના માર્સ પર્સિવરેન્સ રોવર પછી આર્ટેમિસ 1 ખૂબ જ મહત્વપૂર્ણ મિશન છે.

MORE નાસા NEWS  

Read more about:
English summary
NASA suspends Artemis-1, engine failure halts Moon mission!
Story first published: Monday, August 29, 2022, 21:31 [IST]