EWS કોટાવાળી સુવિધાઓ છાત્રોને ના આપી તો કેજરીવાલ સરકારે પાછી લઈ લીધી સ્કૂલની માન્યતા

|

નવી દિલ્લીઃ દિલ્લીની અરવિંદ કેજરીવાલ સરકારે એક ખાનગી શાળાની માન્યતા રદ કરી દીધી છે. આ શાળા પર આરોપ છે કે તેણે આર્થિક રીતે નબળા વિભાગ એટલે કે EWS ક્વોટા હેઠળ પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો અને આ શ્રેણી હેઠળના વિદ્યાર્થીઓને મફત સ્ટેશનરી, પુસ્તકો અને ગણવેશ આપ્યા નહોતા તેમ અધિકારીઓએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે સંસ્થા, જેડી ટાઇટલર સ્કૂલને 2022-23 શૈક્ષણિક સત્ર માટે કોઈપણ વિદ્યાર્થીને પ્રવેશ ન આપવા અને શાળા કાર્યરત ન થાય ત્યાં સુધી સ્ટાફના પગાર અને લેણાં ચૂકવવા માટે કહેવામાં આવ્યુ છે.

અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિની ભલામણોના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ ઑફ એજ્યુકેશન(DOE)નો આ આદેશ 1 એપ્રિલ, 2022થી લાગુ થશે. SC/ST કલ્યાણ સમિતિના અધ્યક્ષ વિશેષ રવિએ જણાવ્યુ હતુ કે, 'તે જાણવા મળ્યુ છે કે શાળાએ EWS ક્વોટા હેઠળ કેટલાક વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો ન હતો અને વિદ્યાર્થીઓને મફત સ્ટેશનરી પણ આપી ન હતી.'

તેમણે કહ્યુ કે, 'શાળામાં અભ્યાસ કરતા બાળકોના હિતોને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે. શૈક્ષણિક સત્ર 2022-23થી કોઈપણ વર્ગમાં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા શિક્ષણ વિભાગ દ્વારા શાળાને સૂચના આપવામાં આવી છે.' ડીઓઈએ EWS ક્વોટા હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઇનકાર કરતી ખાનગી શાળાઓને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી. આ અંગે શાળા સત્તાવાળાઓ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.

MORE DELHI NEWS  

Read more about:
English summary
Kejriwal government withdrawn the recognition of the school a Delhi school which is not admitting students under EWS quota.
Story first published: Friday, August 26, 2022, 11:29 [IST]