સક્રિય કેસોમાં વધુ ઘટાડો થયો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે સવારે 8 વાગ્યે અપડેટ થયેલા ડેટા અનુસાર, સક્રિય કેસોમાં વધુ ઘટાડો થયો છે.દેશમાં કુલ સક્રિયકેસ હવે 90,707 છે.
ગુરુવારના રોજ દેશમાં 10,725 નવા કોરોના કેસ જોવા મળ્યા અને સક્રિય કેસ પણ ઘટીને 94,047 પર આવી ગયાહતા.
આ પહેલા બુધવારના રોજ 10,649 નવા કેસ મળી આવ્યા હતા. સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 96,442 થઈ ગઈ છે.
ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 282 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 352 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.
જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ સાથે અમદાવાદ શહેરી વિસ્તારમાં એક કોવિડ સંબંધિત મૃત્યુનોંધાયું હતું.
રાજ્યમાં કુલ 11,001 લોકોના મોત
આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન એક કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયું છે. જે બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 11,001 લોકોએ કોરોનાસંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1894 થઇ
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,001 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,55,937 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા1894 થઇ છે. જેમાંથી 15 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.
કુલ 12,19,34,488 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કુલ 12,22,79,432 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાં દરરોજ વધઘટ થઈરહી છે.
3,44,944 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.98 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 3,44,944 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે.