પોસ્ટમોર્ટમ હાઉસમાં મોકલી આપવામાં આવ્યા મૃતદેહ
પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, યુવકે પહેલા તેના માતા-પિતા, પત્ની અને બાળકોને ઝેર આપ્યું હતું. આ પછી તેણે ગળેફાંસોખાઈ જીવનનો અંત આણ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતદેહોનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ હાઉસ મોકલીદેવામાં આવ્યા છે.
રાત્રિભોજન પછી પરિવાર સૂઈ ગયો
હરિયાણાના અંબાલા શહેરના બલાણા ગામમાં એક જ પરિવારના 6 લોકોના મોતની ઘટના સામે આવી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આમામલે તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ પરિવાર રાત્રિભોજન કર્યા બાદ સૂઈ ગયો હતો, પરંતુ સવારે તેમાંથી કોઈજાગ્યું ન હતું.
રહસ્યમય રીતે મોત
એક જ પરિવારના 6 લોકોના મોતના સમાચાર જંગલમાં આગની જેમ ફેલાઈ ગયા છે. આ બાબતની માહિતી મળતા જ પરિવારના બાકીનાસભ્યોની હાલત કફોડી છે.
આવા સમયે આત્મહત્યાની આ ઘટનામાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે, પરિવારના સભ્ય સુખવિંદર સિંહનોમૃતદેહ તેમના પિતા સંગત રામ અને માતા મહિન્દ્રાની સાથે પત્ની રીના, 7 વર્ષની પુત્રી જસ્સી અને 5 વર્ષના બાળક સાથે લટકતો મળીઆવ્યો હતો. સૌથી નાના બાળક આશુની લાશ શંકાસ્પદ સંજોગોમાં મળી આવી હતી.
કેસની તપાસ ચાલુ છે
આ અંગે ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી છે. સ્થાનિક પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટપણ મળી છે, જેમાં સુખવિંદરે તેના મૃત્યુનું કારણ જણાવ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે, સુખવિંદર જે કંપનીમાં કામ કરતો હતો. ત્યાં તેનેહેરાન કરવા સાથે 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી.
આત્મહત્યાનું કારણ
સુખવિન્દરે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, સાઈ હોન્ડા યમુનાનગરના માલિક કવિ નરુલા અને બાલ કિશન ઠાકુર તેના મૃત્યુ માટે જવાબદાર છે,જેઓ મને પૈસા લઈને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા હતા.
હવે પોલીસ આ એંગલથી પણ આ ઘટનાની તપાસ કરવાની વાતકરી રહી છે.
આ પહેલા પણ આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે, દેશનું દિલ કહેવાતા મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં થોડા સમય પહેલા આવી જ એક ઘટના સામે આવી હતી. જ્યાં દેવાનીજાળમાં ફસાઈને એક આખો પરિવાર બરબાદ થઈ ગયો હતો.