આત્મઘાતી મિશન પર મોકલવામાં આવ્યો હતો
આતંકીએ જણાવ્યુ કે તેને પાકિસ્તાન આર્મીના કર્નલ દ્વારા આત્મઘાતી મિશન પર મોકલવામાં આવ્યો હતો. પકડાયેલા આતંકીની ઓળખ તબારક હુસૈન તરીકે થઈ છે. તેણે કહ્યુ કે તે ચાર-પાંચ અન્ય લોકો સાથે ભારતીય સેનાને નિશાન બનાવવા આવ્યો હતો. આ માટે પાકિસ્તાની કર્નલ યુનુસે તેને 30 હજાર રૂપિયા આપ્યા હતા. આતંકવાદીએ કહ્યુ કે તેણે ભારતીય સેનાની બે કે ત્રણ ચોકીઓ પર હુમલો કર્યો હતો.
હૉસ્પિટલમાં ચાલી રહ્યો છે ઈલાજ
આતંકી તબારક હુસૈન ત્રણ-ચાર આતંકીઓ સાથે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલી ભારતીય સેનાએ ઝાંગર સેક્ટરમાં એલઓસી પર પકડી લીધો હતો. ફિદાયીન હુમલાખોરની હાલત સ્થિર છે અને તેની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બે ગોળી વાગવાથી હાલત ગંભીર
સેનાના પ્રવક્તાએ કહ્યુ કે જાંઘ અને ખભામાં ગોળી વાગ્યા બાદ આતંકી હુસેનની હાલત નાજુક છે. બ્રિગેડિયર રાજીવ નાયરે કહ્યુ કે સેનાના અધિકારીઓએ આતંકીને લોહી આપ્યુ. તેની સારવાર અન્ય દર્દીઓની જેમ કરવામાં આવી રહી છે.
જેનો જીવ લેવા આવ્યા હતા તેમણે જ જીવ બચાવ્યો
અધિકારીએ કહ્યુ કે અમારી ટીમના સભ્યોએ તેને ત્રણ બોટલ બ્લડ આપ્યુ છે. તેનુ ઑપરેશન કરવામાં આવ્યુ હતુ અને તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. તેની હાલત હવે સ્થિર છે. આતંકવાદીએ કહ્યુ કે તે જેનો જીવ લેવા આવ્યો હતો તેણે લોહી આપીને તેનો જીવ બચાવ્યો.