AAP નેતા સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યોને તેમના નિવાસસ્થાને બેઠક માટે બોલાવ્યા હતા. પૃષ્ઠભૂમિ એ હતી કે, છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના પ્રવક્તા આરોપ લગાવી રહ્યા છે કે, દિલ્હીની અંદર એક મોટું એક્સાઇઝ કૌભાંડ થયું છે અને તેમાં મનીષ સિસોદિયા સૌથી મોટા આરોપી છે.
AAP નેતાએ જણાવ્યું હતું કે, આ આરોપોને કારણે ભાજપના પ્રવક્તાઓ પહેલાથી જ કહી ચૂક્યા છે કે, CBI અને ED મનીષ સિસોદિયા પર કડક કાર્યવાહી કરશે. CBIએ મનીષ સિસોદિયા વિરુદ્ધ એક પેજની FIR નોંધી છે. એફઆઈઆરમાં બધું જ સૂત્રોના હવાલે છે, પરંતુતેના આધારે મનીષ સિસોદિયાના ઘર અને મૂળ ગામમાં પણ રેડ કરવામાં આવી હતી, પરંતુ તેમાં કંઈ મળ્યું ન હતું.
સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે, આ બધું હોવા છતાં ભાજપના પ્રવક્તા દરેક ચર્ચામાં મનીષ સિસોદિયાની ધરપકડના સમાચાર કહી રહ્યા છે. સિસોદિયા પર દબાણ શા માટે બનાવવામાં આવ્યું હતું, કારણ કે ભાજપે મનીષ સિસોદિયાને ઓફર કરી હતી કે, જો તેઓ ભાજપમાં જોડાય છે, તો તેમને ભાજપના મુખ્યમંત્રી ઉમેદવાર બનાવવામાં આવશે અને તમારી સામેના તમામ કેસ પરત લઇ લેવામાં આવશે, પણ તમે બધા જાણો છો કે, અમારા ચાર ધારાસભ્યો તમારી સમક્ષ આવ્યા છે, જેમાંથી ત્રણ બે-ત્રણ ટર્મથી ધારાસભ્ય છે.
સૌરભ ભારદ્વાજે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, કેજરીવાલની સરકારને તોડવા માટે તેમને 20 કરોડની ઓફર કરવામાં આવી હતી. આ સંબંધમાં આજે તમામ ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા હતા. હું દિલ્હીની જનતાને કહેવા માંગુ છું કે, તમામ ચર્ચાઓમાં કે તમામ જગ્યાએ તમે ભાજપના પ્રવક્તાઓના વીડિયો સાંભળશો, ભાજપ કહી રહી છે કે, 1.5 લાખનું કૌભાંડ થયું છે. એક્સાઇઝની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે. મનોજ તિવારીએ કહ્યું કે, 8000 કરોડનું કૌભાંડ થયું છે, જ્યારે શહઝાદ પૂનાવાલા 144 કરોડ રૂપિયાનું કૌભાંડ કહી રહ્યા છે, જ્યારે CBIની FIRમાં 1 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું લખ્યું છે.
સૌરભે વધુમાં કહ્યું કે, આજ સુધી ક્યારેય એવું સાંભળવામાં આવ્યું નથી કે, આખી લાંચ મંત્રીને આપવામાં આવી હોય. ભાજપ અફવાઓ ફેલાવીને ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપનું ઓપરેશન લોટસ નિષ્ફળ ગયું છે. અરવિંદ કેજરીવાલે ઓપરેશન લોટસને નિષ્ફળ કરી નાંખ્યું છે. આજે બેઠકમાં કુલ 53 ધારાસભ્યો પહોંચ્યા હતા.
સૌરભે વધુમાં કહ્યું કે, અમારા 12 ધારાસભ્યોએ કહ્યું કે, ભાજપના ધારાસભ્યોએ આમ આદમી પાર્ટી તોડીને ભાજપમાં જોડાવા માટે અમારો સંપર્ક કર્યો હતો. બેઠકમાં બધાએ એક અવાજે કહ્યું કે, અમે બધા આમ આદમી પાર્ટીની સાથે છીએ. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવે આપણે બધા મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર જઈશું.
સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે, ભાજપના આપના 40 ધારાસભ્યો તોડવા માંગતા હતા અને એક ધારાસભ્યને 20 કરોડમાં ખરીદવા માંગતા હતા, આ હિસાબે 800 રૂપિયાની જરૂર પડશે, આ પૈસા ક્યાંથી આવશે? ભાજપ પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા, ED શોધી કાઢશે?
મુખ્યમંત્રી અને તમામ ધારાસભ્યો રાજઘાટ જશે અને મહાત્મા ગાંધીની સમાધિ પર બેસીને ઓપરેશન લોટસથી દેશને બચાવવા પ્રાર્થના કરશે. યોગ્ય સમયે પુરાવા તમારી સામે મૂકીશું અને એવી રીતે રાખીશું કે, ભાજપના પગ નીચેથી જમીન સરકી જશે.