ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 307 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 360 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.
રાજ્યમાં કુલ 11,000 લોકોના મોત
આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન એક કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયું છે. જે બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 11,000 લોકોએ કોરોનાસંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1965 થઇ
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,000 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,55,585 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા1965 થઇ છે. જેમાંથી 19 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.
કુલ 12,19,34,488 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કુલ 12,16,40,272 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાં દરરોજ વધઘટ થઈરહી છે.
2,94,216 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.96 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 2,94,216 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે.