ચૂંટણી પંચે ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મુખ્યમંત્રી હેમંત સોરેનની વિધાનસભા સદસ્યતા રદ કરવાની ભલામણ કરી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ચૂંટણી પંચે સોરેનને ગેરલાયક ઠેરવવાની ભલામણ કરી છે. હવે એ રાજ્યપાલ પર નિર્ભર છે કે તેઓ ચૂંટણી પંચની ભલામણ પર શું અભિપ્રાય આપે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા કરવામાં આવેલી ફરિયાદને યોગ્ય ગણાવ્યા બાદ ચૂંટણી પંચે રાજ્યપાલને તેમની સદસ્યતા રદ કરવાની ભલામણ કરતો રિપોર્ટ મોકલ્યો છે. સોરેન જ્યારે વિધાનસભા માટે રવાના થશે ત્યારે તેમને ખુરશી છોડવી પડશે. ચર્ચા છે કે તેઓ પોતાની પત્નીને સીએમની ખુરશી પર બેસાડી શકે છે.
એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે રાજ્યપાલ રમેશ બૈસ સોમવારે દિલ્હી ગયા છે, તેઓ ગુરુવારે રાંચી પરત ફરશે. અધિકારીએ પુષ્ટિ કરી કે ચૂંટણી પંચે તેની ભલામણો મોકલી છે. તેમણે કહ્યું કે તે રિપોર્ટ વિશે હાલમાં કોઈ માહિતી શેર કરી શકાશે નહીં. અધિકારીએ વધુમાં કહ્યું કે રાજ્યપાલ કાર્યાલયની પરવાનગી મળ્યા બાદ જ કંઈક કહી શકાશે.
ઝારખંડ સરકાર તેમજ વિપક્ષ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચની ભલામણોની રાહ જોઈ રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનરની આગેવાની હેઠળની બેન્ચ દ્વારા વિગતવાર સુનાવણી બાદ ચૂંટણી પંચની ભલામણો આવી છે. સુનાવણી દરમિયાન ભાજપ અને હેમંત સોરેન બંનેના વકીલોએ પોતપોતાની બાજુ રજૂ કરી હતી.
#BREAKING: Jharkhand CM Hemant Soren could lose CM seat… EC reportedly recommends disqualification to Governor in illegal mining scam
— Akshita Nandagopal (@Akshita_N) August 25, 2022
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસે 10 ફેબ્રુઆરીએ આ મામલો ઉઠાવ્યો હતો. આ મામલે બીજેપીનું પ્રતિનિધિમંડળ 11 ફેબ્રુઆરીએ રાજ્યપાલને મળ્યું હતું. તે બેઠક દરમિયાન, ભાજપના પ્રતિનિધિમંડળે રાજ્યપાલને હેમંત સોરેનને મુખ્યમંત્રી પદેથી દૂર કરવા અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1952 ની કલમ 9A હેઠળ ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી.
રાજ્યપાલ રમેશ બૈસે આ ફરિયાદ ચૂંટણી પંચને મોકલી હતી. ચૂંટણી પંચે હેમંત સોરેનને માઈનિંગ લીઝ આપવા સંબંધિત તમામ દસ્તાવેજો માંગતી નોટિસ જારી કરી હતી. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન રાજ્યનું ખાણકામ વિભાગ સંભાળે છે.