નવી દિલ્લીઃ દિલ્લીમાં આમ આદમી પાર્ટી (AAP)એ મંગળવારે ફરી એકવાર ભાજપ પર પોતાની પાર્ટીના ધારાસભ્યોને તોડવાનો આરોપ લગાવ્યો. આ સાથે જ આમ આદમીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે વીડિયો જાહેર કરીને દાવો કર્યો કે AAPના ધારાસભ્યોએ પાર્ટી છોડવા અને ભાજપમાં જોડાવા માટે 5 કરોડ રુપિયાની ઑફર કરી હતી. પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યુ કે પરંતુ એક વાર ફરીથી અમારી પાર્ટીએ ભાજપના ઑપરેશન લોટસને નિષ્ફળ બનાવ્યુ છે. તેમણે કહ્યુ કે ભાજપનુ ઑપરેશન લોટસ દિલ્લીમાં ના ચાલ્યુ.
જનતાને ચૂંટેલી સરકાર ભાજપ પાડી દે છે
AAPએ કહ્યુ કે આ ભાજપની જૂની વ્યૂહરચના રહી છે, લોકો રાજ્યોમાં સરકાર પસંદ કરે છે અને ભાજપ આવા ઑપરેશન લોટસ ચલાવીને સરકારને પાડી દે છે. ભારદ્વાજે કહ્યુ કે ભાજપ રાજ્ય સરકારો અને ગઠબંધનને તોડીને જનતાના જનાદેશ સાથે દગો કરીને 'ઑપરેશન લોટસ'ની સ્થાપના કરી રહી છે. પ્રવક્તાએ ગોવા, મધ્યપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રના ઉદાહરણો ટાંક્યા.
દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ વિશે કર્યા હતા ચોંકાવનારા ખુલાસા
સોમવારે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એક ચોંકાવનારો દાવો કર્યો હતો, જેમાં ઘટસ્ફોટ કર્યો હતો કે જો તેઓ ભગવા પાર્ટીમાં જોડાય તો ભાજપે તેમની સામે ચાલી રહેલા તમામ સીબીઆઈ કેસો છોડી દેવાની અને તેમને મુખ્યમંત્રી પદ સોંપવાની ઑફર કરી હતી.
AAP Chief Spokesperson Shri @Saurabh_MLAgk Addressing an Important Press Conference | LIVE https://t.co/kTVOrP6pjW
— AAP (@AamAadmiParty) August 23, 2022