આપની સરકારે પૂરુ કર્યુ વધુ એક વચન, CM માને પંજાબમાં સોંપ્યા 4358 કૉન્સ્ટેબલોને નિમણૂક પત્ર

|

ચંદીગઢઃ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે વધુ એક વચન પાળ્યુ છે. અહીં મુખ્યમંત્રી ભગવંત માને હજારો ક\ન્સ્ટેબલોને નિમણૂક પત્ર આપ્યા છે. એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે કુલ 4358 કૉન્સ્ટેબલને મુખ્યમંત્રી દ્વારા નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા, જેમાંથી 40% છોકરીઓ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે કૉન્સ્ટેબલની ભરતી માટે સરકાર દ્વારા છોકરીઓ માટે 33% અનામત/ક્વોટા રાખવામાં આવ્યો હતો.

નવા ભરતી કૉન્સ્ટેબલોને સોંપ્યા નિમણૂક પત્ર

મુખ્યમંત્રી ભગવંત સિંહ માને તાજેતરમાં લુધિયાણામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં પંજાબ પોલીસના કૉન્સ્ટેબલોને નિમણૂક પત્રો આપશે. ત્યાર બાદ હવે મુખ્યપ્રધાન ભગવંત માને નવા ભરતી થયેલા કૉન્સ્ટેબલોને નિમણૂક પત્રો આપ્યા છે. તેમણે કૉન્સ્ટેબલોને પણ સંબોધ્યા હતા. તેમણે કૉન્સ્ટેબલોને સલાહ આપી હતી કે પોલીસની નોકરી કરતી વખતે સેવાની ભાવના હોવી જોઈએ. પોલીસનો લોકો સાથે સીધો સંપર્ક છે. પોલીસનુ કામ દિલથી લોકોની સેવા કરવાનુ છે.

મહેનતની કમાણીથી સંતોષ મળે છે

મુખ્યમંત્રી ભગવંત સિંહ માને કહ્યુ કે પોલીસની ફરજ હંમેશા ઈમાનદારીથી બજાવવી જોઈએ. તેમણે કહ્યુ કે મહેનતના પૈસાથી જ સુખ મળે છે. છેતરપિંડી કરીને આરામની ઊંઘ નથી આવતી, માટે તમારે પણ પૂરી મહેનત અને સમર્પણથી સેવા કરવી જોઈએ. તેમણે કહ્યુ કે લાંચના પૈસાથી ન તો બરકત આવે છે અને ન તો શાંતિ મળે છે.

પંજાબ હંમેશા અત્યાચાર વિરુદ્ધ ઉભુ રહ્યુ છે

મુખ્યમંત્રી ભગવંત સિંહ માને કહ્યુ કે પંજાબ હંમેશા જુલમ વિરુદ્ધ ઉભુ રહ્યુ છે. તેમણે કહ્યુ કે પંજાબીઓ ન તો અત્યાચાર કરે છે અને ન તો સહન કરે છે. તેમણે કહ્યુ કે આ ભરતી આગળ પણ ચાલુ રહેશે. પોલીસ કર્મચારીઓને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યુ કે આજે તેમણે પંજાબ પોલીસના નવા કૉન્સ્ટેબલોને નિમણૂક પત્રોનુ વિતરણ કરીને જનતાને આપેલું વચન પૂરુ કર્યુ છે. આમ આદમી પાર્ટીની સરકાર પંજાબ પોલીસના કર્મચારીઓની ભરતી પારદર્શક રીતે કરી રહી છે.મુખ્યમંત્રીએ કહ્યુ કે પંજાબ પોલીસમાં જોડાનાર કોઈપણ અધિકારી કે કર્મચારીને જન્મદિવસની શુભેચ્છા આપવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે પોલીસકર્મીના ઘરે જન્મદિવસની શુભેચ્છાઓ આપતુ કાર્ડ મોકલવામાં આવશે.

MORE PUNJAB NEWS  

Read more about:
English summary
Punjab: Chief Minister Bhagwant Singh Mann provides appointment letters to 4358 constables
Story first published: Wednesday, August 24, 2022, 12:29 [IST]